ગુજરાતના સિનિયર IPS અધિકારી  કે. જી. ભાટીનું ફરજ દરમિયાન નિધન

 

અમદાવાદઃ ગુજરાતના સિનિયર IPS અધિકારી કે. જી. ભાટીનું તાજેતરમાં ફરજ દરમિયાન હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ અવસાન થયું છે. ગુજરાત રાજ્યમાં ૧૯૯૯ બેચના IPS અધિકારી કેસરીસિંહ જી. ભાટી અમદાવાદ રેંજ આઇજી તરીકે ફરજ બજાવતા હતા. ૧૦મી જાન્યુઆરી તેમને ફરજ દરમિયાન હૃદયરોગનો જીવલેણ હુમલો આવતા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું. તેમના મોટાભાઈ સિદ્ધરાજસિંહ ભાટી પણ ગુજરાતમાં સિનિયર IPS અધિકારી તરીકે સુરતમાં ફરજ બજાવે છે. કે. જી. ભાટીએ ગુજરાતમાં વિવિધ પોસ્ટ પર સફળ પોલીસ કામગીરીની ફરજો બજાવી હતી. તેમના નિધનથી પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે.