ગુજરાતના રાવણહથ્થા કલાકાર બાબુ કાનજી બારોટનું અવસાન

 

વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના મહિકા ગામમાં નાના ખોડાભાઈ બારોટને ત્યાં ઉછરીને મોટા થયેલ ગુજરાતના વિખ્યાત કાનજીભાઈ તુરી બારોટ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે જન્મ થયેલ અને મહિકાસ્થિત માત્ર ત્રણ ચોપડીનો અભ્યાસ ધરાવતા બાબુ કાનજી બારોટ કોઠાસુઝવાળા હતા. રાવણ હથ્થામાં અદ્ભુત સંગીત સાથે લોકગીતો-ભજનો ગાવા નાનપણથી ગરીબીમાં જીવેલ બાબુ બારોટ શરૂઆતમાં રેલવે ટ્રેનમાં રાવણહથ્થો સાથે લોકગીતો ગાય ટ્રેનમાં પેસેન્જરોનું મનોરંજન કરતા તેમાંથી તેમની ગાયકીને પારખી આકાશવાણી રાજકોટમાં ૧૯૮૦માં ગાવાની શરૂઆત કરેલ અને ૧૯૮૪માં બી. હાઇ તરીકે આકાશવાણી રાજકોટે માન્યતા આપી. બાબુ બારોટ પડછંદી અવાજના બાદશાહ હતા. સાથે રાવણહથ્થો વગાડે. ૧૧ એપ્રિલ, ૨૦૨૦ની સાંજે ઓચિંતો હાર્ટ એટેકનો હુમલો આવતા સાજાનરવા બાબુભાઈ આ દુનિયા છોડી સ્વર્ગે સિધાવી ગયા. તેઓ વાંકાનેરમાં ઘણા વર્ષોથી નવાપરાસ્થિત રહેતા હતા. છેલ્લાં ૪૦ વર્ષથી રાવણહથ્થો વગાડતા. તેમણે ફિલ્મી દુનિયામાં મેમસાબ, જંતરવાળો જુવાનમાં રાવણહથ્થો વગાડેલ. તેમને અવારનવાર ટી.વી. પડદે ગાવાનો મોકો મળલે. બાબુ બારોટ ઝીલણ તારા પાણી, અદલ સોનારણ બદલ સોનારણ, સોનારણ કેરો ગજરો જેવા લોક ગીતો કંઠસ્થ હતા. તેમણે પ્રફુલ્લ દવે, હેમંત ચૌહાણ, મણીરાજ બારોટ સાથે ગીતો ગાયા છે. 

વાંકાનેરમાં તેઓ ખોડિયાર ઓરકેસ્ટ્રા નામે પાર્ટી ચલાવતા. લગ્નપ્રસંગે તેઓ ગીતો ગાતા હોય ને લગ્નસરામાં મોજે તળપદી લોક ગીતો ગવાતા હતા. બાબુ બારોટ ૬૨ વર્ષમાં નિરંતર રાવણહથ્થો જ વગાડીને લોકો ગીતો ગાયા છે. ગરીબ ઘરના બાબુ બારોટ ચોરણી, ઝભ્ભો, બંડી પહેરતાને હેર સ્ટાઇલ કલાકાર જેવી રાખતા. 

બાબુ બારોટને અમરસિંહજી હાઇસ્કુલના વિદ્યાર્થીઓને તરણેતરનો હુડો રાસમાં ગાવાનું અને ભાટી. એન.એ છોકરાઓને હુડો રાસ સિમ્બોલ તે રાજ્ય લેવલે આ તસવીરવાળા રાસનો નંબર આવેલ. ૧૯૦૫ની સાલમાં ભાટી એને. લાક્ષણિક તસવીર લીધી હતી. બાબુ બારોટના સુપુત્ર રાજેશ બારોટ, તેના દીકરા નૈતિક બારોટ ત્રીજી પેઢીને રાવણહથ્થો બાબુભાઈએ શીખવાડેલ, તેમણે ૫ાંચમી એપ્રિલ, ૨૦૨૦ના રોજ છેલ્લે કોરોના વિશે ગીત ગાયેલ. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સમક્ષ લોકગીતો ગાયેલ. ગુજરાતને બાબુ બારોટની કાયમી ખોટ પડશે.