ગુજરાતના મુખ્યપ્રધાન  વિજય રૂપાણીની ઘોષણા -ગુજરાતમાં રાતના સમયે પણ હોટેલો , દુકાનો  અને કટલરી સ્ટોરો ચાલુ રાખી શકાશે …

0
950

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં રાતના સમયે પણ  હોટેલો, દુકાનો અને અન્ય સ્ટોરને ચાલુ રાખી શકાશે એવી જાહેરાત કરી હતી. અગાઉ રાતના 12 વાગ્યા પછી ધંધા- દુકાનો બંધ કરવાની કાયદાકીય જોગવાઈ હતી, પણ હવે રાજય સરકારે શોપ એસ્ટાબ્લિશમેન્ટ એકટમાં સુધારો કરી દીધો છે. રૂપાણી સરકારના આનિર્ણયથી રાતના સમયે દુકાનો ખુલ્લી રહેશે તો દુકાનદારોનો ધંધો વધુ થશે, તેમને સારી આવક થશે. વધુને વધુ લોકોને રોજગારી મળશે. રેલવે સ્ટેશન. બસ સ્ટેશન અને એરપોર્ટ પર ચોવીસે કલાક ટ્રાફિક રહેતો હોય છે. દુકાનો 24 કલાક ખુલ્લી રહેશે તો દુકાનદારો અને ગ્રાહકો – બન્નેને લાભ થશે. મોડી રાતે આવી રહેલા પ્રવાસીઓને ખરીદી કરવી હોય તો તેો સરળતાથી ખરીદી કરી શકશે. આ રીતે રિટેલ બજારમાં મોટી ક્રાંતિ સર્જાશે. રૂપાણી સરકારની આ ઘોષણાથી ગુજરાતના રિટેલ વેપારીઓની આલમમાં આનંદની લાગણી પ્રસરી હોવાનું જણાવવવામાં આવ્યું હતું.