ગુજરાતના બિનનિવાસી પ્રભાગ મંત્રી હર્ષ સંઘવી સાથે દિગંત સોમપુરાની શુભેચ્છા મુલાકાત

 

ગાંધીનગરઃ તાજેતરમાં ગુજરાત મંત્રીમંડળમાં  આવેલા ફેરફાર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં નવા પ્રધાનમંડળની રચના થઇ હતી. જેમાં મહત્ત્વના કહી શકાય એવા ગૃહ વિભાગના મંત્રી તરીકે હર્ષ સંઘવીને જવાબદારી સોપવામાં આવી હતી. ‘ગુજરાત ટાઈમ્સ’ના તંત્રી (અમદાવાદ) દિગંત સોમપુરાએ હર્ષ સંઘવી સાથે શુભેછા મુલાકાત લીધી હતી.

ગુજરાતના રાજકારણમાં અચાનક આવેલા ફેરબદલનાં ભાગરૂપે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ ઘાટલોડિયા (અમદાવાદ)ના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળતાની સાથે જ ભૂપેન્દ્રભાઈએ મંત્રીમંડળનો ધરમૂળથી બદલાવ કર્યો છે. જેમાં જુના મંત્રીઓની સદંતર બાદબાકી કરીને તમામ વિભાગોમાં નવા મંત્રીઓને મુક્યા છે. જેમાં મહત્ત્વનું કહી શકાય એવા ગૃહ વિભાગના મંત્રી તરીકે સુરત (મજુરા)ના ધારાસભ્ય હર્ષ સંઘવીને જવાબદારી સોપી છે. હર્ષ સંઘવી ગૃહ વિભાગના સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય મંત્રીની જ્વાબદારી સાથે રમત – યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ, પ્રોહીબીશન, એક્સસાઈઝ, બોર્ડેર સીક્યોરીટી, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સહિત નોન રેસીડેન્ટ ગુજરાતીસ પ્રભાગનાં મંત્રી તરીકેનો પણ ચાર્જ સંભાળી રહ્યા છે. 

હર્ષ સંઘવી સાથે ‘ગુજરાત ટાઈમ્સ’નાં તંત્રી અને ગુજરાત ભાજપાના ઇન્ટરનેશનલ રીલેશન વિભાગના કન્વીનર તથા યુકે દુતાવાસના પૂર્વ રાજકીય સલાહકાર  દિગંત સોમપુરાએ શુભેચ્છા  મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને તેમની વિવિધ પ્રવુત્તિઓની  ચર્ચા કરી હતી.