ગુજરાતના નામાંકિત તસવીરકાર ભાટી એન.નું અમદાવાદમાં ધરતીકંપ તસવીરી પ્રદર્શન યોજાયું

અમદાવાદસ્થિત સંસ્કાર કેન્દ્ર, પાલડી આર્ટ ગેલેરીમાં વિશ્વના નામાંકિત તસવીરકાર ભાટી એન. દ્વારા યોજાયેલા ધરતીકંપ તસવીરી પ્રદર્શનમાં દીપ પ્રગટાવી રહેલા મહાનુભાવો.

 

 

અમદાવાદઃ ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ સમગ્ર ગુજરાતને હચમચાવનાર મહાકાય ભૂકંપની વેદનાસભર વિસરાયેલી તસવીરોનું પ્રદર્શન ૨૫ અને ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ બે દાયકા બાદ અમદાવાદસ્થિત સંસ્કાર કેન્દ્ર, પાલડી આર્ટ ગેલેરીમાં વિશ્વના નામાંકિત  તસવીરકાર ભાટી એન. દ્વારા યોજાયું હતું. 

૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ ગણતંત્રના દિવસે સવારે ૮.૪૫ વાગે આવેલા ભૂકંપે ગુજરાતની પ્રજાને એક મિનિટ સુધી એની મહાકાય અનુભૂતિ કરાવી હતી. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ તો જાણે ધરતીમાં ઢબુરાઈ ગયું હતું. હજારો માનવીઓએ જીવતા સમાધિ લેવાની નોબત આવી હતી, કચ્છમાં તો ગામોનાં ગામ પડીને પાધર થયાં હતાં. 

આજની યુવા પેઢીને ભૂકંપ શું છે એની જાણકારી નથી? બે દાયકા બાદ તેને અવગત કરાવવા  તસવીરકાર ભાટી એન. દ્વારા ભૂકંપની ૨૪હૃ૨૦ ફુલ સાઇઝના ફોટો સાથે ૭૦ ફોટોગ્રાફ્સ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. દરેક તસવીરની સાથે એની ફોટો-કેપ્શન પણ વાંચતાં આપણાં રૂંવાડાં ખડાં થઈ જાય એવી દર્દનાક તસવીરો તેમણે લીધી છે. ૨૦ વર્ષ બાદ આ પ્રદર્શન યોજીને સમાજને રૂબરૂ બતાવી તેમણે એક સ્તુતિય કાર્ય કર્યું છે.

તસવીરી પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના ચ્હૃ ઝ઼.ત્.ઞ્. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, પદ્મશ્રી ઝવેરીલાલ મહેતા, ગાયક-કલાકાર પ્રફુલ દવે, એક્સ. સચિવ કે. જી. વણજારા, વિખ્યાત પત્રકાર કૃષ્ણકાંત ઉનડકટ, જ્યોતિ ઉનડકટ, ફોટો જર્નાલિસ્ટ શૈલેશ રાવલ, હર્ષદ વડોદરિયા, વ્રજ મિસ્ત્રી, નારાજી વણજારા, શિલ્પકાર રતિલાલ કાંસોદરિયા, ચિત્રકાર નલિન સૂચક, રાજેશ બારૈયા, અશોક ખાંટ, કચ્છના માજી ધારાસભ્ય બાબુભાઈ મેઘજી શાહ, કવયિત્રી કવિતા શાહ, કાઉન્સિલર જેન્તીભાઈ ધરોડિયા, પત્રકાર નિલેશ ચંદારાણાએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે ભાટી એન.નું પોટ્રેટ બનાવી ચિત્રકાર નરેન્દ્ર ચૌહાણે તેમને સરપ્રાઇઝ આપ્યું હતું, વાંકાનેરના ગાયત્રી મંદિરના  મહંત અશ્વિનભાઈ રાવલે શાલ ઓઢાડી તમામ મહાનુભાવોનું સન્માન કર્યું હતું. 

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતાં ડી. જી. વણજારાએ જણાવ્યું હતું કે ભાટી એન. છેલ્લાં ૩૫ વર્ષથી સતત નીડર, નિષ્ઠાથી કાર્ય કરે છે અને ધરતીકંપના કપરા સમયમાં તેમણે રાત-દિવસ એક કરી વાંકાનેરથી ૨૦૦ કિલોમીટર દૂર સ્કૂટર પર જઈને ફોટોગ્રાફી કરી ગુજરાતના તમામ અખબારોમાં સર્વ પ્રથમ તેમની તસવીરો છપાયેલી અને ખાસ તો તેમના સાત ઇંચ લાંબા નખની સરાહના કરી હતી. ફોટો-જર્નાલિસ્ટ શૈલેશ રાવલે જણાવ્યું હતું કે ભાટી એન. ગુજરાતના બે-પાંચ નામાંકિત તસવીરકારોમાંના એક છે. તેઓ સતત પ્રવૃત્ત રહે છે. તેમણે ધરતીકંપ વેળા સુપેરે ફોટો-જર્નાલિસ્ટનો ધર્મ બજાવનારી લાગણીસભર પ્રેમાળ વ્યક્તિ છે. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે મેં તેમની સાથે ખૂબ પ્રવાસ કર્યો છે. તેમની સાહિત્યિક તસવીરો ઘણી લીધી છે. તેઓ ભૂકંપની જેમ ગુજરાતના સાહિત્યિકની તસવીરોનું પણ પ્રદર્શન કરે. કે. જી. વણજારા અને કૃષ્ણકાંત ઉનડકટે તેમની તસવીરકલાને બિરદાવી. અમદાવાદની કલાપ્રેમી જનતાએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો.

૦૦

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here