ગુજરાતના નવા પોલીસવડા શિવાનંદ ઝા

અમદાવાદઃ ગુજરાતના નવા પોલીસવડા તરીકે શિવાનંદ ઝાની નિમણૂક કરવામાં આવી છે. આઇબીમાં ડીજી તરીકે ફરજ બજાવતા શિવાનંદ ઝા લગભગ બે વર્ષ સુધી ડીજીપીના હોદ્દા પર રહેશે. 1983ની બેચના આઇપીએસ અધિકારી રાજ્યના ઇનચાર્જ પોલીસવડા પ્રમોદકુમાર નિવૃત્ત થતાં રાજ્ય સરકારે કાયમી ડીજીપી તરીકે શિવાનંદ ઝાની નિમણૂક કરી છે. બુધવારે શિવાનંદ ઝાએ ગુજરાતના 37મા ડીજીપી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ગુજરાતમાં લાંબા સમયથી પોલીસવડાની ખાલી જગ્યા ભરવા હાઈ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને શિવાનંદ ઝાની રેગ્યુલર ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિવાનંદ ઝાએ આ અગાઉ અમદાવાદ તથા સુરતમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી છે.