ગુજરાતના આઠ શહેરમાં દર ચાર કિ.મિ.ઍ અદ્યતન સ્કૂલ બનાવીશુંઃ મનીષ સિસોદિયા

 

અમદાવાદઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાઍ અમદાવાદ આવીને ગુજરાતનાં મોટાં શહેરો માટે જાહેરાત કરી છે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં આઠ મહાનગરમાં દર ચાર કિલોમીટરે ઍક અદ્યતન સરકારી સ્કૂલ બનશે. મનીષ સિસોદિયાઍ ગુજરાતમાં મહાનગરો માટે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે દરેક મોટા શહેરમાં ખાનગી સ્કૂલો આવેલી છે તે તમામ ૮ મોટાં શહેરોમાં દરેક ૪ કિલોમીટરમાં ઍક શાનદાર સરકારી સ્કૂલ બનાવવામાં આવશે. આ સરકારી સ્કૂલો ખાનગી કરતાં પણ સારી બનશે. ઍક જ વર્ષમાં અમે આ સ્કૂલો બનાવીશું. અમે આ બધું સ્ટડી કરીને વાત કરી રહ્ના છીઍ. બાળકોના ભવિષ્ય માટે અમે આ કરી રહ્ના છીઍ. ૨૭ વર્ષથી ભાજપે સ્કૂલો માટે કશું કર્યું નથી. અમને ઍક મોકો આપો. હું છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાત આવું છું. લોકો, વાલીઓ, શિક્ષકો તેમજ બાળકોને મળ્યો છું. ગુજરાતમાં સ્કૂલોની હાલત ખરાબ છે. જે લોકો ખાનગી સ્કૂલોમાં પોતાનાં બાળકોને ભણાવે છે, ખાનગી સ્કૂલોમાં મોટી ફી લઈ લૂંટવામાં આવે છે. દિલ્હીમાં સ્કૂલો સારી બની ગઈ ઍમ ગુજરાતમાં સારી સ્કૂલો બની શકે છે. અરવિંદ કેજરીવાલને ઍક મોકો આપો. ખાનગી સ્કૂલોની ફી અમે વધવા નહિ દઈઍ. સરકારી સ્કૂલોને સારી બનાવીશું. અમે ગુજરાતની દરેક સરકારી અને ખાનગી સ્કૂલોનું મેપિંગ કરાવ્યું છે. ૪૪ લાખ બાળકો ખાનગી સ્કૂલમાં ભણે છે. મનમાની તરીકે જે ફી લેવાય છે ઍ બંધ કરાવીશું. ૫૩ લાખ બાળકો સરકારી સ્કૂલોમાં ભણે છે. ૪૮ હજારમાંથી ૩૨ હજાર સ્કૂલની હાલત ખરાબ છે, જેમાં ૧૮ હજારમાં બેસવા માટે કલાસરૂમ નથી. શિક્ષકો નથી, વિદ્યા-સહાયકો નથી. આ ભરતી માટે અરવિંદ કેજરીવાલ જાહેરાત કરી ચૂક્યા છે. આ વખતની ચૂંટણીમાં ગુજરાતનો દરેક પરિવાર પોતાનાં બાળકો માટે સારી સ્કૂલ લાવવાવાળી સરકારને ચૂંટશે. કેજરીવાલે ગેરંટી આપી છે કે પાંચ વર્ષમાં ગુજરાતની સ્કૂલોને દિલ્હીની સ્કૂલો જેવી બનાવીશું.