ગુજરાતનાં ૮૬ કલા-વારસા સંવર્ધકોને અતુલ્ય-વારસો આઈડેન્ટીટી ઍવોર્ડ અપાયા

 

અમદાવાદઃ હિસ્ટોરિકલ ઍન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા ‘અતુલ્ય-વારસો આઈડેન્ટીટી ઍવોર્ડ – ૨૦૨૨’ જાહેર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત (૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, (૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ, (૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે), (૪) લેખન અને પ્રકાશન, (૫) હેરીટેજ પ્રવાસન આ પાંચ ક્ષેત્રમાં સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ અને ઓછા પ્રચલિત હોય તેવા વ્યક્તિ, સંસ્થા, સમુદાયને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઍવોર્ડ વિતરણ કાર્યક્રમ ગાંધીનગરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત વિષયનાં જ તજજ્ઞો દ્વારા આ ઍવોર્ડ ઍનાયત કરવામાં આવ્યો હતો જેમાં જાણીતા સામાજિક કાર્યકર્તા અનારબહેન પટેલ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્ના હતા, જ્યારે જાણીતા લેખક અને ચિંતક કિશોર મકવાણા, ગુજરાત સાહિત્ય અકાદમીનાં મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, રોયલ પરિવારમાંથી અને હેરિટેજ પ્રવાસન સમિતીનાં સક્રિય સભ્ય પુંજાબાપુ વાળા, જાણીતા પર્યાવરણવિદ્દ મનીષ વૈદ્ય અને સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી કપિલ ઠાકર વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. 

કાર્યક્રમનો શુભારંભ વંદે માતરમનાં સંપૂર્ણ ગાન બાદ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ પ્રારંભ થયો હતો. સૌપ્રથમ ગુજરાતભરમાંથી આવેલ કર્મવીરોને ધ્યાનમાં રાખી ‘જય જય ગરવી ગુજરાત’ ગાનથી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો. પછીથી જિલ્લાવાર ઍવોર્ડ વિતરણની વિધિ ચાલુ રાખવામાં આવી હતી અને વચ્ચે વચ્ચે મહાનુભાવો તથા ઍવોર્ડ લેનારનું વ્યક્તવ્ય ચાલુ રખાયું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન ટીમ અતુલ્ય વારસો દ્વારા ગુજરાતનાં સૌ નામાંકિત અને હેરિટેજ પ્રેમીઓની ઉપસ્થિતિમાં ઍક નવા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેનું નામ છે ‘વાત વતનની’, રાજ્યમાં, રાજ્ય બહાર અને દેશ બહાર વસવાટ કરતા વતનના લોકો દ્વારા વતનનાં વારસાને ઉજાગર કરવા માટેનો ઍક પ્રયાસ આ અભિયાન દ્વારા અમલી મુકવાનું નક્કી કરવામાં આવ્યું. જે થકી વધુને વધુ ગુજરાતીઓને જોડવાની બાબતો માર્ગદર્શન આપવામાં આવ્યું. 

મુખ્ય મહેમાન અનારાબહેન પટેલે સમગ્ર કાર્યક્રમને વધાવી લેતા જણાવ્યું હતું કે સતત રાજ્યને આપણી કલા શક્તિ દ્વારા નવું પ્રદાન કરીઍ ઍ અતિ આવશ્યક બાબત છે જે આપ સૌ થકી સત્વરે પાર પાડી શકાશે. કાર્યક્રમના આયોજક કપિલ ઠાકરે જણાવ્યું હતું કે આ ઍક શુભ શરૂઆત છે. હજુ સાથે મળીને ઍકબીજાના સહયોગથી સ્થાનિક વારસો ઉજાગર થાય, ગુજરાત હેરિટેજ અને પ્રવાસન ક્ષેત્રે આપસૌના સહયોગ થકી આગળ વધે અને કલાની યોગ્ય કદર થાય અને તેનું યોગ્ય વળતર મળી રહે ઍ માટે સંયુક્ત પ્રયાસોમાં આગળ વધીશું. આગામી સમયમાં કલા-વારસા ક્ષેત્રે કાર્યરત નાના બાળકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અતુલ્ય વારસો સંસ્થા દ્વારા માર્ચ માસમાં  જાહેર કરવામાં આવશે જે થકી કલા, લેખન, ચિત્ર, નૃત્ય, અભિયાન જેવા ક્ષેત્રે કાર્યરત અને સક્રિય બાળકોને વધાવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here