ગુજરાતનાં આઠ મહાનુભાવો પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત થશે

 

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રીથી સન્માનિત થનારા મહાનુભવોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટના ભજનીક હેમંત ચૌહાણ સહિત સાત મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. આ ઉપરાંત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવશે.

આ અંતર્ગત રાજકોટમાં રહેતા અને જાણીતા ભજનીક હેમંત ચૌહાણને પણ પદ્મશ્રી જાહેર થતા તેમણે જણાવ્યું હતું કે, પદ્મશ્રી મળવાની જાહેરાત થતા હું ખૂબ ખુશ છું. આ તકે હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગવર્મેન્ટ તરફથી મને જણાવવામાં આવ્યું છે કે, હું પદ્મશ્રી માટે સિલેક્ટ થયો છું. છેલ્લા ૪૨ વર્ષથી હું ભજન ગાઉ છું. સંતોની વાણી ગાઉ છું. ઈશ્વરની આરાધના પણ કરૂ છું. ત્યારે પદ્મશ્રી મળવાની જાણ થતાં હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરૂ છું.

હેમંત ચૌહાણનો જન્મ ૧૯૫૫માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે. તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં કેટલાય આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપ્યો છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્વની વિશેષતા છે. 

 

આ ઉપરાંત ગુજરાતના અન્ય આઠ લોકોને મળશે પદ્મ પુરસ્કાર, પદ્મ વિભૂષણ જેમાં બાલકૃષ્ણ દોશી  આર્કિટેક્ટ – પદ્મ શ્રી, હેમંત ચૌહાણ આર્ટ, ભાનુભાઇ ચૈતારા આર્ટ, મહિપત કવિ આર્ટ, અરિઝ ખંભાતા આર્ટ, હીરાબાઈ લોબી આર્ટ, ડો. મહેન્દ્ર પાલ આર્ટ, પરેશભાઈ રાઠવા આર્ટ ક્ષેત્રે સન્માન પ્રાપ્ત થયેલ છે.