ગુગલે આજે કરુણ અભિનયની સામ્રાજ્ઞી મીનાકુમારીનું ડુડલ બનાવીને એની સ્મૃતિને અંજલિ આપી …

0
912

 

ગુગલે આજે ટ્રેજેડી ક્વીન અભિનેત્રી મીનાકુમારીના જન્મદિવસે ડુડલ બનાવી તેની સ્મૃતિને અંજલિ આપી છે. બોલીવુડમાં આજ દિન સુધી કરુણ અભિનય માટે મીનાકુમારીની બરાબરી કરી શકે એવી કોઈ અભિનેત્રી આવી નથી. મીનાકુમારીની ઈમેજ કરુણતાની મૂર્તિ તરીકેની હતી. હિન્દી ફિલ્મોમાં તેમણે ભજવેલી ભૂમિકાઓએ એક આદર્શ ભારતીય નારીની છબી પ્રગટ કરી હતી. સાહિબ ,બીબી, ઓર ગુલામ, પરિણિતા, આરતી, ફૂલ ઔર પથ્થર, ચંદન કા પલના, પ્યાર કા સાગર, ચિરાગ કહાં રોશની કહાં, મૈ ચૂપ રહૂંગી, ગઝલ, બહુ બેગમ, પાકિઝા, દિલ અપના ઓર પ્રીત પરાઈ, સહારા, અર્ધાંગિની, દિલ એક મંદિર, ચિત્રલેખા, કાજલ , એક હી રાસ્તા, બંદિશ , શારદા , ભીગી રાત , બૈજૂ બાવરા આદિ ફિલ્મોમાં મીનાકુમારીનો અભિનય અવિસ્મરણીય હતો.