ગાયના યુરિનમાંથી તૈયાર કરવામાં આવેલી દવા ( કેપ્સ્યુલ – ટેબ્લેટ)થી કિડનીની બિમારી , કિડનીને લગતી સમસ્યાઓ અને સેકન્ડ સ્ટેજના કેન્સરનો ઈલાજ થઈ શકશે…

 

 

   ગુજરાતસ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીના પ્રધ્યાપક ડો. ભારત ધોળકિયાએ તેમ જ તેમના સાથીદારોએ સાથે મળીને અનેક વરસોની મહેનત બાદ આ સફળતા મેળવી હતી.

    ડો. ભારત ધોળકિયા અને તેમની ટીમે ગુરુ જમ્બેશ્વર યુનિવર્સિટીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ઉપરોક્ત સંશોધનો પેશ કર્યા હતા. 

  ગાયના યુરિનમાંથી તૈયાર કરવામાં આવેલી આ દવા દ્વિતીય સ્તરના કેન્સરના ઈલાજમાં ફાયદાકારકછે. ઉપરાંત કિડનીની સમસ્યાઓના નિરાકરણ માટે  તેમજ હદયરોગ માટે પણ એ અસરકારક બની રહેશે. ફ્રિઝ ડાઈંગ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલી આ દવા લોહીને પણ શુધ્ધ કરે છે

   ડો. ધોળકિયાએ જણાવ્યું હતું કે, ગાયના યુરિનમાં વિશેષ ગુણો હોય છે. જેને કારણે જ તેમને આ યુરિનમાંથી દવા બનાવવાનો વિચાર આવ્યો હતો. ફ્રિઝ ડ્રાઈંગ ટેકનોલોજીની મદદથી -20થી -30 ડિગ્રીના ઉષ્ણતામાન પર ગાયના યુરિનમાંથી પાવડર તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાંથી ટેબ્લેટ અને કેપ્સ્યુલ તૈયાર કરાઈ હતી. છ મહિના અગાઉ તેમણે આ સંશોધનમાં શફળતા મેળવી હતી. એ જાણવું રસપ્રદ છે કે ફ્રિઝ ડ્રાઈંગ ટેકનોલોજી  શું છે. એ કોઈ પણ પદાર્થમાંથી પાણીને અલગ કરવાની પ્રક્રિયા છે. 

       આ દવા દરેક પ્રકારના કેન્સરના બીજા સ્ટેજના દર્દીઓને ઈલાજ માટે અસરકારક સાબિત થઈ છે. દર્દીને આ દવા રોજ સવારે અને સાંજે લેવાની હોય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, ઓમેગા 6 અને ઓમેગા 9 ફેટી એસિડ પણ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here