ગાયત્રી પરિવાર હરિદ્વાર અને ગાયત્રી ચેતના એનાહેમ દ્વારા ‘અશ્વમેધ મહાયજ્ઞ’ની ઉજવણી

0
2870

કેલિફોર્નિયાઃ ગાયત્રી પરિવાર હરિદ્વાર અને ગાયત્રી ચેતના સેન્ટર એનાહેમ, કેલિફોર્નિયા આયોજિત ‘અશ્વમેધ મહાયજ્ઞ સાથે સિલ્વર જ્યુબિલી સાધના 13મીથી 16મી સપ્ટેમ્બર દરમિયાન ભવ્યતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રસંગે હરિદ્વારથી સંસ્થાના પ્રમુખ ડો. પ્રણવ પંડ્યા તથા ડો. ચિન્મય પંડયા સાથે સંતગણની હાજરી પ્રેરણાદાયી રહી.
ઉપરોક્ત સંતોની આગેવાની નીચે ‘યોગા મેડિટેશન, ધાર્મિક ચર્ચા, બીચ પર સનસેટ મેડિટેશન, વૈદિક દીપ મહાયજ્ઞ, કળશયાત્રા તથા 251 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન સંસ્થાના રાજુભાઈ પટેલ, મહેશભાઈ ભટ્ટ, કૌશિકભાઈ પટેલ, મહંત શંકરભાઈ બારોટ, રિશ્મા ભટ્ટ, મીનાબહેન ભટ્ટ સાથે અન્ય મહિલા કાર્યકરોના સહયોગથી સુંદર રીતે તમામ કાર્યક્રમોનું આયોજન સરાહનીય હતું.
પ્રસંગને અનુરૂપ દાતાઓ-કાર્યકરોનું સન્માન પ્રણવ પંડ્યા તથા ચિન્મય પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું હતું. આજથી 25 વર્ષ પહેલાં આયોજિત થયેલા અશ્વમેધ મહાયજ્ઞના અનુસંધાનમાં આ રજતજયંતી મહોત્સવ કાર્યક્રમ ઊજવવામાં આવ્યો હતો. આવા સુંદર આયોજન બદલ આયોજકોને ધન્યવાદ…
(માહિતીઃ હર્ષદરાય શાહ અને તસવીરઃ કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા)