ગાઝામાં વિસ્ફોટની ઘટના- પેલેસ્ટાઈનના વડાપ્રધાન હમદલ્લા બચી ગયા!!

0
476
Reuters

 

પેલેસ્ટાઈનની સમાચાર સંસ્થા દ્વારા મળેલી માહિતી અનુસાર, ગાઝામાં મંગળવારે વડાપ્રધાન હમદલ્લાની ગાઝા મુલાકાત દરમિયાન તેમના કાફલા પર કરવામાં આવેલા હુમલાથી તેમને કોઈ ક્ષતિ પહોંચી નથી.પેલેસ્ટાઈનની જાસૂસી સેવાના વડા મજીદ ફરાજ પણ આ હુમલામાંથી ઉગરી ગયા હતા. વિસ્ફોટની ઘટનામાં સાત લોકો ઘાયલ થયા હતા. વડાપ્રધાન હમદલ્લા એક જલ શુધ્ધિકરણ સંચાલન યંત્રનું ઉદ્ઘાટન કરવા માટે ગાઝાની મુલાકાતે ગયા હતા. જોકે પેલેસ્ટાઈનની ન્યુઝ એજન્સી વાફાએ ઉપરોક્ત સમાચારનું સમર્થન કર્યું હતું. પેલેસ્ટાઈનની નેશનલ ઓથોરિટીએ હમાસ સંસ્થાને આ માટે જવાબદાર ગણાવી હતી. હજી સુધી કોઈ સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર મધ્ય- પૂર્વના દેશોમાં પરસ્પર શાંતિ અને સહિષ્ણુતાનું વાતાવરણ ઊભું કરવા માટે એની બહુપ્રતિક્ષિત યોજનાને અતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે.