ગાંધી મંદિર, ન્યુ જર્સીસ્થિત રક્તદાન, નેત્ર અને કેન્સર સ્ક્રીનિંગનો અનુકરણીય ત્રિવેણી સંગમ

ન્યુ જર્સીઃ વિશ્વની બધી જ સંસ્કૃતિમાં વિવિધ ક્ષેત્રે, વિભન્નિ પ્રકારના દાનની ગરિમાનો યશસ્વી ઉલ્લેખ છે. તાજેતરમાં વેઇન ન્યુ જર્સીસ્થિત હિન્દુ મંદિર – ગાંધી મંદિરસ્થિત શનિવાર 22મી સપ્ટેમ્બર, 2018ના રોજ યોજાયેલા રક્તદાન, આઇ સ્ક્રીનિંગ અને કેન્સર સ્ક્રીનિંગના ચોથા વાર્ષિક કાર્યક્રમને ઉત્સાહપ્રેરક પ્રતિસાદ સાંપડ્યો હતો, જેમાં 125થી વધુ લોકો પોતાના રક્તનું દાન કરવા પધાર્યા હતા. આ વિસ્તારના જાણીતા સેવાભાવી આગેવાન અને અનેકવિધ સંસ્થાઓ સાથે સંલગ્ન દાનવીર અરવિંદભાઈ ભટ્ટ અને તેમના સમગ્ર પરિવારે આ બહુજન સમાજોપયોગી પ્રવૃત્તિને સફળ કરવા જોરદાર મહેનત કરી હતી. 2014માં અરવિંદભાઈ ભટ્ટ એકાએક ર્પ્ક્કીસ્ર્દ્દત્ર્ફૂઁજ્ઞ્઱્ી ર્ઞ્શ્વીરુજ્ઞ્સ્ર્ નામના ખ્્યદ્દંજ્ઞ્ૃ્યઁફૂ ર્શ્વીશ્વફૂ ફુર્જ્ઞ્સ્ર્ફૂીસ્ર્ફૂનો ભોગ બનતા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા તેમને સમાજ અને હોસ્પિટલના સમયસર વિપુલ પ્રમાણમાં રક્તદાનથી નવજીવન પામ્યા એ ઘટનાને ઈશ્વરી સંકેત ગણી તેઓ અને પરિવાર ત્યાર બાદ પ્રતિ વર્ષ આ પ્રકારના રક્તદાન યજ્ઞ યોજે છે અને એ દ્વારા સમાજના અન્ય લોકોને રક્ત થકી જીવંત રાખવાનો સ્તુત્ય પ્રયાસ કરે છે. તેમના આ અભિયાનમાં તેમનો સમગ્ર પરિવાર, વિશાળ મિત્રવર્ગ અને ઇન્ડિયા કલ્ચરલ સોસાયટી, બ્રાહ્મણ સમાજ આદિનો સર્વાંગી સહકાર મળે છે.
ન્યુ યોર્ક બ્લડ સેન્ટરની મદદથી યોજાતી આ રક્તદાન શિબિરમાં આ વર્ષે નેત્ર સ્ક્રીનિંગ અને કેન્સર સ્ક્રીનિંગ જેવા બે નવા વિભાગો થકી ઇન્શ્યુરન્સ નહિ ધરાવતા તથા અન્યને વિનામૂલ્યે આ સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. વિશેષમાં ડો. યોગેશ જોશીએ તેમની આયુર્વેદિક ચેક અપ, નિદાનનો લાભ આપ્યો હતો. આઇએસસીએનજે સંસ્થાના અગ્રણી ડો. તુષાર પટેલ વર્ષોથી હેલ્થ કેર શિબિરો દ્વારા જનતાને અનન્ય લાભ આપે છે. આ વર્ષે તેઓ ઉપરોત સુનીલભાઈ પરીખ (ડાયાબિટીઝ ક્ષેત્રે મહત્તમ યોગદાન)ની સેવાઓ પણ આવકારદાયક રહી. રક્તદાન બાદ જે તે વ્યક્તિને નાસ્તા-પાણીની જોગવાઈ અનેક વેન્ડર્સે પોતાની સેવા પ્રદાન કરી હતી. અરવિંદ ભટ્ટ અને પરિવારે ઉપસ્થિત સહુ માટે બપોરના લંચની વ્યવસ્થા કરી હતી. ડો. દુષ્યંત પટેલે કાર્ડિયોલોજિસ્ટ તરીકે સેવા આપી હતી.
આ કાર્યક્રમમાં ગોપિયોના ઉપપ્રમુખ રામ ગઢવી, ઇન્ડિયા કલ્ચરલ સોસાયટીના પ્રમુખ તથા ઓફબીજેપીના વરિષ્ઠ આગેવાન, એફઆઇએના ભૂતપૂર્વ પ્રમુખ જયેશ પટેલ, આઇસીએસના ચેરમેન જ્યોતીન્દ્ર પટેલ, કૌશિક પટેલ સીપીએ, બ્રાહ્મણ સમાજના પ્રમુખ અભય શુક્લ, કૌશિક વ્યાસ તથા હોઝે મુર, વિપુલ તથા નૈલેશ ભટ્ટ, હસુબહેન ભટ્ટ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા. અઆસર્વનું બહુમાન કરાયું હતું. આ સમગ્ર શિબિર તાજેતરમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલ હરીન્દ્ર ભટ્ટ (અરવિંદ ભટ્ટના) સાળાના નામે સમર્પિત કરાઈ હતી.