

જેમ જેમ દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ માહોલમાં ઉત્તેજના વધતી જા છે. રાજકીય પક્ષો એકબીજાપર જાતજાતના આક્ષેપ- પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. રાજકીય પક્ષોના આગેવાને તેમજ કાર્યકરો પણ મનફાવતા નિવેદનો કરીને વાતાવરણને કોલાહલથી ગુંજતું રાખી રહ્યા છે. નેતાઓ પોતાનો પક્ષ છોડીને અન્ય રાજકીય પક્ષની કંઠી બાંધી રહ્યા છે. અફવાઓનું બજાર ગરમ છે. આવા કલુષિત રાજકીય માહોલને તેમજ જાહેર જીવનને વધુ કલુષિત બનાવતું બાલિશ નિવેદન કહેવાતા બુધ્ધિજીવી સામ પિત્રોડાએ કર્યું છે. સામ પિત્રોડાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, પુલવામા હુમલા માટે આખા પાકિસ્તાનને દોષિત કહેવો એ યોગ્ય નથી. તેમણેૈ એમ પણ કહ્યું હતું કે, મુંબઈના આતંકી હુમલાઓ માટે આખું પાકિસ્તાન જવાબદાર નથી. તેમણે્ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ભારતીય એરફોર્સે કરેલી એરસ્ટ્રાઈકમાં એરફોર્સે 300 આતંકીઓને માર્યા એ અંગેના તથ્યપૂર્ણ પુરાવાઓ આપો. તેમણે કહ્યું હતું કે, ભારતના લોકોને એ જાણવાનો અધિકાર છે કે ભારતીય એરફોર્સે પાકિસ્તાનના આતંકી કેમ્પ પર કેવી તબાહી મચાવી અને તેનાથી શું ફરક પડયો …નાગરિક હોવાને નાતે મને એ જાણવાનો અધિકાર છે અને મારી ડ્યુટી છેકે હું એ અંગે સવાલ પૂછું…
સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, મેં ન્યુ યોર્ક ટાઈમ્સમાં એ અંગેનો રિપોર્ટ વાંચ્યો, આથી મને એ બાબત વધુ જાણવાની ઈચ્છા થઈ.શું ખરેખર હુમલો કરવામાં આવ્યો હતો, જો તમે એમ કહોછોકે એરૃસ્ટ્રઈકમાં આશરે 300 લોકો મર્યા છે, તો વૈશ્વિક મિડિયા એમ કેમ કહે છે કે આ ઘટનામાં કોઈજ મર્યું નથી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ પિત્રોડાના આ નિવેદન પર પલટ પ્રહાર કરતાં કહ્યું હતું કે, આ નિ્વેદન એ ભારતીય સેનાનું અપમાન છે. સામ પિત્રોડા ગાંધી પરિવારના રાગ દરબારી છે. કોંગ્રેસમાં આતંકીઓને જવાબ આપવાની હિંમત નથી. કોંગ્રેસે દેશની સેનાનું અપમાન કર્યું છે. અમે આતંકીઓને તેમની જ ભાષામાં જવાબ આપીશું. સેના અંગે સવાલ સવાલ કરવાની વિપક્ષને આદત પડી ગઈ છે…