ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇએનટી સર્જનને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો

ગાંધીનગરઃ બહેરાશના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન બદલ અનેક એવોર્ડ હાંસલ કરનાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના સર્જન ડો. િનરજા સૂરીને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગ દ્વારા કોકલિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન શરૂ કરનાર ઇએનટી સર્જન ડો. નિરજા સૂરીએ અત્યાર સુધીમાં બે હજારથી વધારે ઓપરેશન કર્યા છે. જોકે બહેરાશના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન બદલ ગત વર્ષ-2022માં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે એવોર્ડ અપાયો હતો.