ગાંધીનગર તારા ફાઉન્ડેશનને ઈન્ડિયન સીએસઆર એવોર્ડ અપાયો

ગાંધીનગર: ગાંધીનગરનાર સેક્ટર-૧૨ સ્થિત તારા ફાઉન્ડેશન દ્વારા સામાન્ય અને પછાત વર્ગના અને મુકબધીર બાળકો માટે વિવિધ સેવાકિય તથા શૈક્ષણિક કાર્યની સાથે આરોગ્યલીક્ષી કાર્યો કરવામાં આવે છે. ઓક્યુપેશનલ, મ્યુઝિકલ તથા સ્પીચ થેરાપી સહિતની વિવિધ સારવાર આપવામાં આવે છે. આ સેવાકીય યજ્ઞાની નોંધ લઇને ઇન્ડિયન સીએસઆર એવોર્ડ દિલ્હીં ખાતે આપવામાં આવ્યો છે. આ અંગે ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૩માં નાના ઓરડાથી શરૂ થયેલી આ ફાઉન્ડેશનને વર્ષ ૨૦૧૬માં કાયદેસરની ઓળખ મળી હતી. આજેે તારા ફાઉન્ડેશન ગાંધીનગર-અમદાવાદ ઉપરાંત સુરત, ભરૂચ, પાટણ, ભુજ-કચ્છ, ગોધરા, હિંમતનગર, દાહોદ, રાજકોટમાં પણ કાર્યરત છે. આ તમામ બ્રાન્ચમાં ઓડિયોલોજી સવસ, ઓક્યુપેશનલ થેરાપી, મ્યુઝિકલ થેરાપી, બેહેવીએર થેરાપી, સ્પીચ થેરાપી, શાળાકીય જ્ઞાન, સેવાઓ લાભાર્થીઓને આપવામાં આવે છે. અત્યાર સુધીમાં અહીં ૧૦,૦૦૦થી વધુ લાભાર્થીઓને લાભ લીધો છે. અહીં વિવિધ થેરાપી આપીને ૫૦૦થી વધુ બાળકોને મદદરૂપ થાય છે. સામાન્યથી આર્થિક પછાત પરિવારના પરિવારોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ ૮૦૦૦ જેટલા બાળકો નોર્મલ શાળામાં અભ્યાસ કરવા માટે લાગ્યા છે અને હજુ પણ નોર્મલ બનાવવા માટે થેરાપી ચાલુ છે.