ગાંધીનગરમાં ચૂંટણી પ્રચાર કરતા ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું ચૌકીદાર ચોર નહિ હૈ, પ્યોર હૈ…

0
926

ભાજપના રાષ્ટ્રીૂય પ્રમુખ અને ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી  લડનારા અમિત શાહની રેલીમાં ઉપસ્થિત રહેલા ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, હું અમિત શાહને શુભકામનાઓ આપવા માટે અહીં આવ્યો છું. ગાંધીનગરમાંથી શ્રી એલ.કે. અડવાણીજી ચૂંટણી લડતા હતા અને વિજયી બનતા હતા. હવે તેમના ઉત્તરાધિકારી અમિત શાહ છે. 2014માં હુ ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ હતો ત્યારે ભાજપને ચૂંટણીમાં બહુમતીથી વિજય મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં જો કોઈ વડાપ્રધાને ચમત્કારિક રીતે કાર્ય સિધ્ધ કર્યું હોય તો એવા વડાપ્રધાન માત્ર નરેન્દ્ર મોદી જ છે.. પહેલા ભારત નવી ઓળખ વિશ્વમાં એક ગરીબ દેશ તરીકેની હતી, હવે એક વિકાશશીલ દેશ તરીકે જગત આખું ભારતને ઓળખે છે. પાંચ વરસમાં આર્થિક ક્ષેત્રે વિશ્વમાં એક આર્થિક તાકાત તરીકે ઊભરી રહ્યું છે. દુનિયાના શ્રેષ્ઠ દસ દેશોમાં ભારતની ગણના કરવામાં આવી રહી છે. ભારતનું નેતૃત્વ સશકત હાથોમાં છે, તે વાત ભારતની જનતા જ બરાબર જાણે છે્. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો  બોલે છે , એ

એમની લાયકાત પ્રગટ કરે છે. ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરવામાં આવેલી બાલાકોટ એર સ્ટ્રાઈક બાબત મનફાવતા વિધાનો કરીને વિપક્ષના નેતાઓ ભારતીય લશ્કરનું અપમાન કરી રહ્યા છે. આપણું   લશ્કર શક્તિશાળી છે. તે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા અને તાકાત ત ધરાવે છે. ભારતના લોકોને તેમના લશ્કર માટે અને જવાનો માટે ગૌરવ છે.આપણા દેશના સૈન્યના શૌર્ય અને પરાક્રમને કોઈ પણ દેશ પડકારી ન શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here