ગાંધીજયંતી નિમિત્તે દુબઈમાં બુર્જ ખલીફા પર વિશેષ  લાઈટિંગ કરી ગાંધીજીની તસવીર પેશ કરવામાં આવી હતી. …

0
960

 આધારભૂત સમાચારોસૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈની સૌથી નામાંકિત અને ઊંચી ઈમારત બુ્ર્જ ખલીફા પર ગાંધીજીની 150મી જયંતીની ઉજવણીના પ્રસંગે વિશેષ લાઈટિંગ કરીને બુર્જ ખલીફા પર મહાત્માજીની તસવીર રજૂ કરીને તેને અંજલિ આપવામાં આવી હતી. ગત વરસે યુનોના વડામથકે તેમજ ફ્રાન્સના પેરિસ સ્થિત એફિલ ટાવર પર વિશેષ લાઈટિંગનું આયોજન કરીને ગાંઘીજીને કલાત્મક અંજલિ આપવામાં આવી હતી. દુબઈ ખાતેના ભારતીય કોન્સલ જનરલે  ગાંધી જયંતી પ્રસંગે બુર્જ ખલીફા પર કરવામાં આવેલી પ્રકાશ- સંરચનાનો ખાસ વિડિયો જાહેર કર્યો હતો