ગલ્ફના દેશોમાં કોરોનાનાં યોધ્ધા તરીકે ભારતીય નર્સો અને સ્વાસ્થ્ય- કર્મીઓ મેદાનમાં- ભારતથી આશરે 105 વ્યક્તિઓની મેડિકલ ટીમ યુએઈ પહોંચી- કોરોનાનો ઈલાજ કરતા મેડિકલ સ્ટાફને તેમના કાર્યમાં મદદ કરશે ..

 

    યુએઈમાં ભારતના રાજદૂત શ્રી પવન કપુરે જણાવ્યું હતું કે, ભારતથી મેડિકલ સ્ટાફના સભ્યો યુએઈપહોંચી ગયા છે. 105 વ્યક્તિઓના કાફલામાં નર્સો, તબીબો તેમજ પેરા મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. અબુધાબીમાં પહોંચેલી ભારતીય મોડિકલ ટીમે પોતાનું કામ શરૂ કરી દીધું હતું. યુએઈની સરકારે વિશ્વના કેટલાક દેશોને મદદ માટે અપીલ કરી હતી. તેને અનુલક્ષીને ભારત દ્વારા સહાયનું આ પગલું લેવામાં આવ્યું હતું. ભારત અને યુએઈ વચ્ચે મજબૂત સંબંધો હોવાનું આ ઉદાહરણ છે.  આ સિવાય પણ ગલ્ફના અનય દેશમાં 88 નર્સોના ગ્રુપને પાઠવવામાં આવ્યું હતું. આ નર્સ કોરોનાના દર્દીઓની સારવારનું કાર્ય કરશે . આગામી 3 થી 6 મહિના સુધી તે ખાડીના દેશમાં પોતાની સેવાઓ આપશે.