ગરમીના ત્રાસથી ત્રાહિમામ પોકારનારા ગુજરાત માટે રાહતના સમાચારઃ 14-15 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર- ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે…

0
677

 

ગરમીથી ત્રાસી ગયેલાી ગુજરાતની પ્રજા અને પશુ-પંખી સહુ કાગડોળે વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે. કેરળમાં ગઈકાલે 28મી મેના દિવસે જ ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણ સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં 10મી જૂનથી જ વરસાદી ઝાપટા પડવાનું શરૂ થઈ  જશે એવી આગાહી હવામાન ખાતાના સૂત્રોએ કરી હતી. કેરળ, કર્ણાટકનો કાંઠા વિસ્તાર,તેમજ તામિલનાડુમાં આગામી એક- બે દિવસમાં જ મેઘરાજાના આગમનની સંભાવના વરતાઈ રહી છે. ગુજરાતના અનેક અંતરિયાળ ગામોમાં પાણીની તંગી વરતાય છે. ગરમીનો પારો વધતો જાય તેમ પશ- પંખી બેબાકળા બની રહે છે. ખેડૂતો ચોમાસાની મોસમ પર આશ લગાવીને બેઠા છે. કૂવાના જળ  તળિયે જાય, પાણીની અછત લોકોના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે. વરસાદની રાહ જોવાઈ રહી છે. જૂનના બીજ સપ્તાહમાં મેધરાજા ગુજરાતમાં પધારી રહ્યા છે!