ગત વરસે રિલિઝ કરવામાં આવેલી મનોજ બાજપેયીની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ભોંસલેને એશિયન ફિલ્મ ફેસ્ટિવલ બાર્સેલોનામાં સન્માનિત કરવામાં આવી

0
1123


 પ્રતિભાસંપન્ન ફિલ્મ અભિનેતા મનોજ બાજપેયીની ફિલ્મને આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવી હતી. ફિલ્મનું નામં છે- ભોંસલે. આ ફિલ્મને દેવાશિષ મુકરજીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં મનોજે એક પોલીસની ભૂમિકા બજવી છે. નિર્દેશક દેવાશિષ મુકરજીના જણાવ્યા અનુસાર,ફેસ્ટિવલમાં એવોર્ડ મળવો એ ઘણી જ સન્માનની વાત છે. આ ફિલ્મમાં સમાજના જે મુદાંઓની રજૂઆત કરવામાં આવી છે, તે આખા એશિયાના દેશોમાં છે. મુંબઈમાં સ્થાયી થવા માગતા જુદી જુદી જાતિ કે પ્રાંતના લોકોને કેવો કેવો સંઘર્ષ કરવો પડે છે તેની વાત આ ફિલ્મમાં છે.