ગણતરીના દિવસોમાં જ ચૂંટણીની તારીખોની જહેરાત કરાય એવી સંભાવના- એર- સ્ટ્રાઈકની ઘટના બાદ દેશમાં મોદીનો પ્રભાવ વધ્યો, ભાજપની છાપ સુધરી… એની ચૂંટણી પર સવળી અસર થશે…

0
811

ભારતે પાકિસ્તાનમાં કરેલી એર- સ્ટ્રાઈક અને બન્ને દેશો વચ્ચે તનાવની સ્થિતિમાં પાકિસ્તાને સબક શીખવાડવા માટોે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે તાત્કાલિક લીધેલા નિર્ણાયો, મોદીની મુત્સદીંગીરીને કારણે તમામ મોટા રાષ્ટ્રો સહિત વિશવના સંખ્યાબંધ દેશોએ ત્રાસવાદનો મુકાબલો કરવા માટે ભારત સાથે સૂર પૂરાવીને સાથ આપ્યો. એરફોર્સના બહાદુર પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન ને પકડી લીધા બાદ ભારતે આપેલી ચેતવણીથી અને વિશ્વના દબાણને કારણે ઈમરાન ખાને અભિનંદનને પરત ભારતને સોંપ્યા — આ તમામ ઘટનાઓને કારણે  જગતમાં ભારતની પ્રતિભાઉજળી થઈ છે, અને પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ છતાં થઈ ગયા છે. હવે આખું જગત માની રહ્યું છેકે પાકિસ્તાન એ આતંકીઓનું મોટું આશ્રયસ્થાન છે. આથી રાષ્ટ્રની સલામતી અને સુરક્ષાના મુદા્ પર મોદી ચૂંટણીમાં જીત મેળવી શકે એવું માનવામાં આવી રહ્યું છે. મોદીના વિદેશનીતિ, ઘરઆંગણે સબકા સાથ સબકા વિકાસનાી યોજનાઓ, સતત પરિશ્રમ અને ભાજપના તમામ વહીવટીતંત્રનૈે કાબૂમાં રાખવાની કુનેહ- મોદીને એક સક્ષમ, મજબૂત અને બાહોશ વડાપ્રધાન પુરવાર કરે છે. ભ્રષ્ટૈાચાર વિનાનું સ્થિર શાસન પ્રમાણિક અને ચારિત્રશીલ નરેન્દ્ર મોદી જ દેશને પ્રદાન કરી શકે એવું માનનારા મતદારોનો વર્ગ પણ બહુ મોટો છે.