ગણતંત્ર દિને ભારતના મુખ્ય અતિથિ બનવું ગૌરવઃ બોરિસ જોનશન

 

નવી દિલ્હીઃ ૨૦૨૧ના ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય અતિથિ તરીકેનું આમંત્રણ સ્વીકારતાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનશને જણાવ્યું હતું કે, આ નિમંત્રણ મારા માટે ગૌરવની વાત છે. બ્રિટિશ વિદેશ સચિવ ડોમિનિક રાબે આ અંગે મંગળવારે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. જયશંકરે જણાવ્યું હતું કે, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનશનની ગણતંત્ર દિવસે ઉપસ્થિતિ બંને દેશોના સંબંધ અને એક નવા યુગનું પ્રતીક બનશે. બીજી તરફ, જોનશને નરેન્દ્ર મોદીને આગામી વર્ષે યુકેમાં યોજીત જી-૭ સમિટમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. આ પહેલાં બ્રિટનનાં વડા પ્રધાન બોરિસ જોનસન ૨૬મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડમાં ભારતનાં મુખ્ય અતિથિ બનશે. જોનસને ભારતનાં નિમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. આની જાણકારી બ્રિટનનાં વિદેશ સચિવ ડોમિનિક રાબે આપી હતી. ડોમિનિકનાં જણાવ્યા પ્રમાણે વડા પ્રધાન બોરિસ જોનસન ભારતનાં ગણતંત્ર દિવસનાં સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ સ્વીકારી ચૂક્યા છે અને આ તેમનાં માટે પણ ગૌરવનો અવસર છે