ખેલ મહાકુંભમાં નવી રમતોનો ઉમેરો કરાયો છે: રમતગમત મંત્રી હર્ષ સંઘવી

ગાંધીનગરઃ રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ખેલ મહાકુંભ ૨.૦ માં ૪ નવી રમતોનો ઉમેરો કરાયો છે અને એક ખેલાડી બે રમતમાં ભાગ લઇ શકે છે. મંત્રીએ વધુંમા જણાવ્યું હતું કે ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને મળતા રોકડ પુરસ્કારની રકમ પણ વધારવામાં આવી છે. વિધાનસભામાં ઇન-સ્કુલ શાળાઓ અને રાજ્યના ખેલાડીઓની રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનના જવાબમાં તેમણે જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ખેલ મહાકુંભ ૨.૦ માટે ગીર સોમનાથ જિલ્લામાં ૧ લાખ ૩૩ હજારથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અગાઉ પણ ટેલેન્ટ પુલ અને ઇન સ્કુલના કારણે ગીર સોમનાથ જિલ્લાના ૫ જેટલા ખેલાડીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના મેડલ પ્રાપ્ત કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here