ખેડૂત આંદોલનઃ પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલે પદ્મવિભૂષણ પરત કર્યો

 

નવી દિલ્હીઃ કૃષિ કાયદા વિરુદ્ધ દેશમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર થઈ રહ્યું છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના દિગ્ગજ નેતા પ્રકાશસિંહ બાદલે કૃષિ કાયદાના વિરોધમાં પોતાને મળેલ પદ્મવિભૂષણ સન્માન પરત કર્યું છે. પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પાના જેટલો પત્ર લખીને કૃષિ કાયદાનો વિરોધ વ્યક્ત કર્યો. ખેડૂતો પર કાર્યવાહીની ટીકા કરી અને આ સાથે જ પોતાનું સન્માન પરત કર્યું. પોતાનો પદ્મવિભૂષણ પરત કરતા પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલે લખ્યું કે હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે બલિદાન આપવા માટે મારી પાસે બીજું કશું નથી. હું જે પણ કઈ છું તે ખેડૂતોના કારણે છું. આવામાં જો ખેડૂતોનું અપમાન થઈ રહ્યું હોય તો કોઈ પણ પ્રકારનું સન્માન રાખવાનો કોઈ ફાયદો નથી.