ખેડૂતોનું રેલ રોકો આંદોલન, ઉત્તર ભારતના રોજ્યોમાં બંધને કારણે વ્યાપક અસર

 

નવી દિલ્હીઃ સોમવારે સવારથી દેશના અનેક રાજ્યોમાં ખેડૂતો દ્વારા રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. લખીમપુર ખેરીની ઘટનાના વિરોધમાં આ આંદોલન છેડવામાં આવ્યું છે. યુનાઈટેડ ફોર્મર્સ ફ્રન્ટની અપીલ પર ખેડૂતો સ્વયંભૂ આંદોલનમાં જોડાઈ રહ્યાં છે. વહેલી સવારથી જ ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયા હતા. ઘણા ઠેકાણે હાઈવે પર પણ ચક્કાજામના કાર્યક્રમ આપવામાં આવ્યા હતા. યાણા, દિલ્હી તેમજ પશ્ચિમ યુપીમાં ટ્રેનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

ખેડૂતો, ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં ઘણા સ્થળોએ રેલવે ટ્રેક પર અટવાઇ ગયા છે અને તેના કારણે ટ્રેનોની અવરજવર પર ખરાબ અસર પડી હતી. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને હોદ્દા પરથી હટાવવાની માંગ સાથે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તેમના પુત્ર આશિષ મિશ્રાને આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. ખેડૂતોએ રેલવે ટ્રેક બંધ કર્યાં હતા. પરંતુ અત્યાર સુધી આંદોલન શાંતિપૂર્ણ રહ્યું છે.

ખેડૂતોના આંદોલનકારીઓની માંગ છે કે ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવા જોઈએ. આ માંગણીઓ સાથે, ખેડૂતો લગભગ એક વર્ષથી દિલ્હીની સરહદો પર અટવાયેલા છે અને ત્યાં ઘણા હાઇવે બ્લોક છે. ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા યુનાઇટેડ કિસાન મોરચાએ સોમવારે સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા સુધી રેલ રોકો અભિયાનની જાહેરાત કરી હતી. જોકે, ખેડૂતોએ પંજાબના ફિરોઝપુરમાં એક કલાક વહેલો રેલવે ટ્રેક બંધ કરી દીધો હતો.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે હરિયાણા અને પંજાબના ઘણા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. ખેડૂતોના રેલ રોકો અભિયાનને કારણે હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકો ટ્રેનોમાં બેઠા છે અને વાહનોને દરેક જગ્યાએ રોકવા પડે છે.

અંબાલામાં ખેડૂતોએ દિલ્હી-અંબાલા રેલવે ટ્રેક બ્લોક કર્યો છે. શાહપુર ગામ નજીક રેલવે ટ્રેક પાસે મોટી સંખ્યામાં ખેડૂતો બેઠા છે. જેના કારણે ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. ફિરોઝપુર ડિવિઝન રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડિવિઝનમાં કુલ ૫ પેસેન્જર ટ્રેનો બંધ કરવામાં આવી છે. આ ટ્રેનો ફિરોઝપુર કેન્ટ, જલાલાબાદ, મોગા અને લુધિયાણામાં ઉભી છે. અટવાયેલી ટ્રેનોને કારણે પંજાબમાં હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લોકોને ટ્રેન સિવાય માર્ગ દ્વારા મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. કરનાલના ખેડૂતોએ દિલ્હી-અમૃતસર રેલવે ટ્રેક બ્લોક કરી દીધો છે. કોઈપણ પ્રકારની હિંસાની શક્યતાને ટાળવા માટે, સરકાર દ્વારા વિશાળ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે. પંજાબ અને હરિયાણા ઉપરાંત ખેડૂતોના રેલ રોકો અભિયાનની અસર જમ્મુ -કાશ્મીર, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. તેના કારણે રેલવેને મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવી પડી હતી. ઉત્તર ભારતમાં આંદોલનની વ્યાપક અસર જોવા મળી હતી, જ્યારે બાકીના રાજ્યોમાં બંધને અશંત સફળતા મળી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here