

ભાજપ હવે એક એક પગલું ધ્યાન રાખીને ભરી રહ્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પાંચ રાજ્યોમાં ભાજપને મળેલી નાલેશીભરી હારથી ભાજપની છબી ઝાંખી પડી ગઈ છે. લોકોને ધીરે ધીરે ભાજપ પરથી ભરોસો ઓછો થતો જાય છે. આથી ખેડૂતોમાં પુનઃ વિશ્વાસ સંપાદન કરવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યો છે. ભાજપના આ ખરડામાં ખેડૂતોની દરેક સમસ્યાઓનું નિરાકરણ અને સમાધાનનું વિસ્તૃત માળખું હશે.
ઉપરોક્ત કિસાન કલ્યાણ પત્રને ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ રજૂ કરશે. આ સંમેલન ઉત્તરપ્રદેશના પૂર્વાંચલમાં આગામી 21-22 ફેબ્રુઆરીના આશરે બે લાખ જેટલા ખેડૂતોની હાજરીમાં યોજાશે. કોંગ્રેસ અને વિપક્ષની રણનીતિને લક્ષમાં રાખીને ભાજપે ખેડૂતોના મુદા્ વિષે ગંભીરપણે વિચારવાનું શરૂ કરી દીધું છે. ખેડૂતોનો વિશ્વાસ પુન સંપાદિત કરવામાટે ભાજપ હવે મરણિયા પ્રયાસ કરશે એ નક્કી છે. આગામી લોકસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને જ ભાજપ જાતજાતની રાહતોથી ભરપૂર કિસાન કલ્યાણ પત્ર રજૂ કરીને ખેડૂતોના મન જીતી લેવા માગે છે.