ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં હિંડોળા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી

ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં હિંડોળા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રતિદિન કલાત્મક અને વિવિધ ચીજવસ્તુઓમાંથી હિંડોળા બનાવી ગોપાલલાલજી મહારાજને ઝુલાવવામાં આવે છે. તસવીરમાં એકાદશી પર્વ નિમિત્તે ફૂલોથી શણગારેલા કલાત્મક હિંડોળામાં ગોપાલલાલજી મહારાજને ઝુલાવતા સેવકો નજરે પડે છે. (ફોટોઃ નીતિન ખંભોળજા, ડાકોર)