ખૂબ જ સરળતાથી મળતી આ વસ્તુઓ તમને બચાવી શકે છે કોરોના વાઇરસથી

 

નવી દિલ્હીઃ દુનિયાભરના લોકો હાલ કોરોના વાઇરસની સામે જંગ ઝીલી રહ્યા છે. આ જંગને જીતવા માટે દરેક જણ કોવિડ-૧૯ની રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ બધા વચ્ચે એક નવા અભ્યાસમાં કહેવાયું છે કે જે લોકો આ જીવલેણ વાઇરસથી સુરક્ષિત રહેવા માંગતા હોય તેઓ કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ તેનાથી બચી શકે છે. આ માટે તમારે તમારા ડાયેટમાં ૩-૪ વસ્તુઓ ઉમેરવાની છે. હકીકતમાં હાલમાં જ થયેલા એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે ગ્રીન ટી, ડાર્ક ચોકલેટ અને દ્રાક્ષથી કોવિડ-૧૯થી રક્ષણ આપી શકે છે. 

અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ગ્રીન ટી, દ્રાક્ષ, ડાર્ક ચોકલેટમાં રહેલા કેમિકલ કમ્પાઉન્ડ કોરોના ઈન્ઝાઈમના તે મેન પ્રોટીન (MPro))ને બ્લોક કરી શકે છે જે નોવેલ કોરોના વાઇરસ ફેલાવવા માટે કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે કોરોના વાઇરસ પ્રોટીએઝ એન્ઝાઈમની મદદથી એકથી બીજા શરીરમાં સંક્રમણ ફેલાય છે. જો આ એન્ઝાઈમને રોકવામાં આવે તો શરીરમાં કોરોનાને પોતાની સંખ્યા વધારતા રોકી શકાય છે. આ પ્રકારના એન્ઝાઈમ દ્રાક્ષ, ગ્રીન ટી અને ચોકલેટમાં મળી આવે છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં આ દાવો કર્યો છે. 

રિસર્ચ કરનારી અમેરિકાની નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચર ડી-યુ શીનું કહેવું છે કે આ દરમિયાન તેમને રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડાર્ક ચોકલેટ અને ગ્રીન ટી કોવિડ-૧૯ને રોકવા માટે કારગર સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું કે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક ખાદ્ય અને પેય પદાર્થો જેમ કે ડાર્ક ચોકલેટ, ગ્રીન ટી અને દ્રાક્ષ ફાઈટોન્યૂટ્રિઅન્સથી ભરપૂર રાસાયણિક યોગિક હોય છે. જે વાઇરસમાં મુખ્ય એન્ઝાઈમ પ્રોટીઝના ફંકશનમાં વિધ્ન પેદા કરી શકે છે. ડાર્ક ચોકલેટ અને ગ્રીન ટીમાં રહેલા ફાઈટોન્યૂટ્રિઅન્ટ્સ વાઇરસને એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં ટ્રાન્સફર કરતા રોકી શકે છે. અભ્યાસમાં કોરોના એન્ઝાઈમ MPro પર છોડમાં મળી આવતા અલગ અલગ પ્રકારના કેમિકલનો પ્રભાવ જોવા મળ્યો. રિસર્ચર્સ દાવો કરે છે કે કોરોના MPro એન્ઝાઈમથી પોતાની સંખ્યા વધારે છે અને ત્યારબાદ અન્ય મનુષ્યના શરીરમાં પ્રવેશે છે. જો કે ગ્રીન ટી, દ્રાક્ષ અને ડાર્ક ચોકલેટથી આ મહામારીથી બચી શકાય છે.