ખાલિસ્તાન સમર્થક જૂથ – શિખ્સ ફોર જસ્ટીસ ને રાષ્ટ્રવિરોધી કામગીરી કરવા બદલ સરકારે તેની પર પ્રતિબંધ મૂક્યો…

0
958

 

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શીખ્સ ફોર જસ્ટીસ દ્વારા કરવામાં આવતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ રોકવા માટે સરકારે આ જૂથ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ સમૂહ(જૂથ) ખુલ્લેઆમ  ખાલિસ્તાનનું સમર્થન કરે છે. ભારતની સ્વાધીનતા અને અખંડિતતા માટે પડકારરૂપ કામગીરી કામગીરી બજાવતા આ જૂથની ભાંગફોડ પ્રવૃત્તિની બાતમી પુરાવાઓ સાથે પંજાબ પોલીસતંત્ર અને એનઆઈએ દ્વારા આપવામાં આવી હતી. આ જૂથ પંજાબમાં અનેક રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યું હતું. પંજાબના મુખ્યપ્રધાન અમરીન્દ્ર સિંહે કેન્દ્ર સરકારના આ પગલાનું સમર્થન કર્યુ હતું.