ખતમ થઈ નથી મહામારી, આવી શકે છે કોરોનાનો નવો વેરિએન્ટ: WHOએ આપી ચેતાવણી

 

અમેરિકા: વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ડોક્ટર ટેડ્રોસ અદનોમ ઘેબિયસે આખી દુનિયાને કોરોનાને લઇને સર્તક રહેવા માટે જણાવ્યું છે. તેમણે મહામારીને લઇને ચેતાવણી આપી છે કે કોવિડ ૧૯ના કેસ તાજેતરની લહેરને દર્શાવે છે કે મહામારી ક્યાંય ખતમ થઇ નથી. કોવિડ ૧૯ પર એક મીડિયા બ્રીફિંગમાં WHOના પ્રમુખે કહ્યું કે મને ચિંતા છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે. સ્વાસ્થ્ય સીસ્ટમ અને સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ પર દબાણ વધી રહ્યું છે. મહામારીથી મરનારાઓની સંખ્યા પણ વધી રહી છે. 

તેમણે દુનિયાની તમામ સરકારોને કહ્યું કે હાલની મહામારી વિજ્ઞાનના આધાર પર પોતાની કોવિડ ૧૯ વિરૂદ્ધ યોજનાઓની નિયમિત સમીક્ષા કરે. તેની સાથે જ તેમણે એ પણ સંભાવના વ્યક્ત કરી કે ભવિષ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ પણ સામે આવી શકે છે. કોવિડ ૧૯ પર ઇમરજન્સી સમિતિ ગત એક અઠવાડિયે થયેલી બેઠકમાં કહેવામાં આવ્યું કે મહામારી હજુ પણ એક વૈશ્ર્વિક હેલ્થ ઇમરજન્સી બનેલી છે. 

ટેડ્રોસે કહ્યું કે, હું ચિંતિત છું કે કોવિડ ૧૯ના કેસ વધી રહ્યા છે. વિસ્તારિત સ્વાસ્થ્ય સિસ્ટમ અને સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ પર વધુ દબાણ વધી રહ્યું છે. મોત પણ અસ્વિકાર્યરૂપથી વધુ છે. ઓમિક્રોનના સબ વેરિએન્ટ જેમ કે બીએ ૪ અને બીએ ૫ દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારાનું કારણ બની રહેશે. આ સાથે જ આ બેઠકમાં મહામારીને લઇને દેખરેખનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. તેમાં કહેવામાં આવ્યું કે કોરોનાના વિરૂદ્ધ દેખરેખ ખૂબ ઓછી થઇ ગઇ છે. 

ડો. ટેડ્રોસે મહામારી વિરૂદ્ધ યોજના બનાવવા અને તેનો સામનો કરવાની સલાહ આપી. કોવિડ ૧૯ની યોજના બનાવવી, નિમોનિયા અને જાડા જેવી જીવલેણ બિમારીઓના રસીકરણ સાથે સાથે ચાલવું જોઇએ. તેમને વેક્સીનેશનને જરૂરી ગણાવતાં કહ્યું કે વેક્સીનેશને લાખો લોકોનો જીવ બચાવ્યો છે અને સરકારો માટે આ મહત્વપૂર્ણ છે કે તે વધુ જોખમવાળા લોકો પર ધ્યાન કેન્દ્રીત કરે. 

 દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકાઓ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક નિવેદને ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. WHOના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું કે, કોરોના મહામારી હજુ ખતમ થવાની નજીક પણ પહોંચી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ધેબ્રેસિયસે મીડિયા બ્રિફિંગમાં દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે કોરોનાની તાજા લહેર દર્શાવે છે કે મહામારી એ ક્યાંય ગઇ નથી, આપણી આસપાસ જ છે. પ્રેસ બ્રિફિંગાં ટેડ્રોસે કહ્યું કે મને ચિંતા છે કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સરકારોને હાલના મહામારી નિયમોના આધારે તેમની કોવિડ યોજનાઓની સમીક્ષા કરવાની પણ વિનંતી કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here