ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ અંગે જાતજાતની ચર્ચાએ જોરશોરથી ચાલી રહી છે…

0
931

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ  કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ બાબત રહસ્ય છે. મોટાભાગના ક્રિકેટ નિષ્ણાતે અને મહાન ખેલાડીઓ ધોની બાબત પોતાનો પેરતિબાવ વ્યક્ત કરી રહ્યા છે. જુદા જુદા ખેલાડીઓ જાહેરમાં પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મહાન ખેલાડી સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી  પછી હવે લિટલ માસ્ટર તરીકે મશહૂર ક્રિકેટર સુનીલ ગાવસ્કરે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમી ફાયનલમાં મહેન્દ્રસિંહ દોનીના બેટિંગ ક્રમને લઈને સવાલો કર્યા છે. સુનીલ ગાવસ્કર એવું માને છેકે, ન્યૂઝીલેન્ડની સામે માન્ચેસ્ટરમાં રમાયેલી સેમિફાયનલમાં જયારે ભારતીય ટીમે ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી ત્યારે ધોનીને બેટિંગ માટે ઉપરના ક્રમમાં મોકલવાની જરૂર હતી. સુનીલ ગાવસ્કર વિશ્વકપ સાથે જોડાયેલી ભારતીય ટીમની મેનેજમેન્ટ નીતિઓની પણ સતત ટીકા કરતા રહ્યા છે. ગાવસ્કરે હંમેશા ભારતીય બેટિંગ ક્રમમાં પરિવર્તનની પ્રશંસા કરી છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર થવાથી તેઓ બહુ જ નાખુશ હતા. સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, જયારે ટોપ ઓર્ડરના ત્રણે બેટસમેન સસ્તામાં આઉટ થયા હતા ત્યારે હાર્દિક પંડ્યા અને ઋષભ પંતને ઉપરના ક્રમમાં બેટિંગ માટે મોકલવાની જરૂરત નહોતી. આ બન્ને કેમ મોકલવામાં આવ્યા એવાત તેમને સમજાઈ નથી. પંડ્યા અને પંત – બન્ને આક્રમક બેટસમેન છેતેમની જગ્યાએ એકબાજુએ મહેન્દ્રસિંહ ધોનીને મોકલવાની જરૂર હતી. ઋષભ પંતને અંકુશમાં રહેવાની સલાહ પણ ધોની આપી શક્યો હોત. ઋષભ પંત એક ખરાબ શોટ મારીને આઉટ થયો હતો. તે ભારત માટે મોંધો પુરવાર થયો હતો. સુનીલ ગાવસ્કરનું કહેવું છેકે, જયારે 24 રન પર 4 વિકેટ પડી હતી ત્યારે ધોની જેવા અનભવી બેટસમેનની જરૂર હતી. મહેન્દ્રસિંહ ધોનીને સાતમા નંબરે બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો એવાત સમજી શકાતી નથી. આખી ટુર્નામેન્ટમાં ધોનીએ કયારેય આટલા નીચલા ક્રમે બેટિંગ કરી નહોતી. મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોનીએ પરિસ્થિતિ સમજીને પોતાની ભૂમિકા સાથે ન્યાય કર્યો હતો. આ જ કારણસર ધોનીને નીચલા ક્રમે મોકલવામાં આવ્યો હતો . જોકે વિરાટ કોહલીએ જે કારણો આપ્યા એવાત ઝાઝી કોઈના ગળે ઊતરે એવી નથી.