ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયન મોડેલ નતાશા સાથે સગાઈ કરી

વડોદરાઃ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ આખરે તેના જીવન સાથીની પસંદગી અંગે જાહેરાત કરી દીધી છે. મૂળ સર્બિયાની અને હાલ મુંબઈમાં રહેતી મોડેલ અને એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિચ સાથેના સંબંધોનો એકરાર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર કરી દીધો છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ સોશિયલ મીડિયા પર હાર્દિકે નતાશા સાથેના ફોટોગ્રાફ્સ શેર કરીને એંગેજમેન્ટની જાહેરાત કરી દીધી છે. ફોટોગ્રાફ્સમાં હાર્દિક અને નતાશા કોઈ લક્ઝરિયસ યાચ પર છે. નતાશા એંગેજમેન્ટ રિંગ બતાવી રહી છે. બીજી તરફ નતાશાએ પણ સોશિયલ મીડિયા પર વિડિયો શેર કર્યો, જેમાં યાચ પર હાર્દિક નતાશાને પ્રપોઝ કરી રહ્યો છે અને પછી એંગેજમેન્ટ રિંગ પહેરાવતો દેખાઈ રહ્યો છે. નતાશાએ લખ્યું છે કે ‘ફોરએવર યર્સ’.
સત્યાગ્રહ ફિલ્મથી બોલિવૂડમાં તેણે એન્ટ્રી કરી હતી, જે બાદ તે ટીવી સિરિયલ બિગબોસમાં પણ દેખાઈ હતી. (ગુજરાત ટાઈમ્સ સંકલન)