ક્રિકેટર રોહિત શર્માએ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીનો આભાર માન્યો!

0
1496

      દ. આફ્રિકા સાથેની ટેસ્ટ મેચ સિરિઝમાં કેપ્ટન વિરાટ કોહલીએ અને કોચ રવિ શાસ્ત્રીએ રોહિત શર્માને ઓપનર તરીકે રમવાની તક આપી હતી. તે માટે રોહિતે બન્ને જણા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. રોહિત શર્માએ જણાવ્યું હતું કે, કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ મારી પ્રતિભા પર વિશ્વાસ મૂક્યો હતો. તેમણે મને ટેસ્ટમાં આોપનર તરીકે રમવાની તક આપી. આફ્રિકા વિરુધ્ધ 4 ઈનિંગ્સમાં 132.25ની એવરેજથી 529 રન કર્યા હતા. રોહિત શર્માએ 3 સદી ફટકારી હતી, જેમાં તેના ટેસ્ટ કેરિયરની સૌ પ્રથમ બેવડી સદીનો પણ સમાવેશ થયો હતો. રોહિત શર્માએ  આ ટેસ્ટ સિરિઝમાં આપેલા મહત્વના યોગદાનને કારણે તેની મેન ઓફ ધ સિરિઝ તરીકે વરણી કરવામાં આવી હતી. રોહિત શર્માએ વિશાખાપટ્ટનમ ખાતેની પ્રથમ ટેસ્ટમાં 176 અને 127 રનની ઈનિંગ્સ રમી હતી. બીજી પૂણે ખાતેની ટેસ્ટમાં તે 14 રન બનાવીને આઉટ થયો હતો.