ક્રિકેટર રાહુલ દ્રવિડનું આઈસીસી હોલ ઓફ ફેઈમ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું…

0
766
Reuters

ભારતીય ક્રિકેટર બેટસમેન રાહુલ દ્રવિડને ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં શામેલ થનારા તેઓ પાંચમા ભારતીય ખેલાડી છે. તેમને આઈસીસી હોલ ઓફ ફેઈમ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. અગાઉ આ એવોર્ડ બિસન સિંહ બેદી, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને અનિલ કુંબલેને આપવામાં આવ્યો હતો. સુનીલ ગાવસ્કરે રાહુલ દ્રવિડને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, તેમણ ક્રિકેટની ખૂબ સેવા કરી છે અને તેઓ આ ગ્રુપમાં શામેલ થવાના અધિકારી છે. રાહુલ દ્રવિડને આ વરસે જુલાઈ મહિનામાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગની સાથે ઉપરોકત સન્માનથી નવાજવામાં આવ્યા હતા.