ક્રિકેટર રવિન્દ્ર જાડેજાઍ દીકરીના જન્મદિન પર ૧૦૧ ગરીબ દીકરીઓની ઝોળીમાં ખુશી આપી

Cricket - ICC Cricket World Cup - India Nets - Edgbaston, Birmingham, Britain - June 29, 2019 India's Ravindra Jadeja during nets Action Images via Reuters/Andrew Boyers/File Photo

 

જામનગરઃ જામનગરના વતની અને ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમજ તેમના ધર્મપત્ની અને ભાજપનાં મહિલા નેતા રીવાબા જાડેજાની પુત્રી નિધ્યાના જન્મદિવસ ઉજવાયો. આ પ્રસંગે સમાજસેવા તથા લોકકલ્યાણના કાર્યો કરીને દિવસને યાદગાર બનાવાયો હતો. જામનગરમાં ચાંદીબજારમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસમાં રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં સર્વે જ્ઞાતિના જરૂરિયાતમંદ પરિવારના ૩ થી ૬ વર્ષના પ્રત્યેક ૧૦૧ દિકરીબાઓ માટે કેન્દ્ર સરકારની સુકન્યા યોજના હેઠળ રૂપિયા ૧૧,૦૦૦ની રકમ જમા કરાવવામાં આવી હતી. દીકરીઓને પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલી, જમા કરાવીને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો