ક્રિકેટર મીતાલી રાજ કહે છે, મારો રોલ પ્રિયંકા ચોપરાએ કરવો જોઈએ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મીતાલી રાજ કહે છે કે મારી બાયો ફિલ્મ બને તો મારો રોલ પ્રિયંકા ચોપરાને આપવો જોઈએ.
બોલીવુડમાં હાલ વિવિધ ક્ષેત્રોની પ્રતિભાશાળી વ્યક્તિઓની બાયોપિક્સ બની રહી છે ત્યારે એક ઇન્ટરવ્યુમાં મીતાલી રાજને તેની જીવનયાત્રા પર આધારિત ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે મીતાલીએ કહ્યું હતું કે બાયોપિકમાં મારો રોલ કરવા પ્રિયંકા જ યોગ્ય પસંદગી રહેશે. અમારી પર્સનાલીટી મોટા ભાગે મળતી આવે છે. ગયા વર્ષથી વાયાકોમ 18ના સંચાલકો મીતાલીની બાયોપિક બનાવવા આતુર છે. મીતાલી વાયાકોમ 18ના સંચાલકોને પોતાની માહિતી એકઠી કરવામાં મદદરૂપ થઈ રહી છે.