ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન

0
1182

વિશ્વકપની સેમી- ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની ટીમનો પરાજય થયા બાદ મહેન્દ્ર સિંહની નિવૃત્તિ અંગે જાતજાતની વાતો કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતમાં ધોનીના અંગત મિત્ર તેમજ તેમની સ્પોર્ટ કંપનીના મનેજર અરુમ પાંડેએ જાહેર નિવેદન કરતા ં જણાવ્યું હતું કે, હાલમાં મહેન્દ્ર સિંહ ધોનીનો ક્રિકેટની રમતમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ પ્લાન નથી. આટલા મોટા ગજાના ખેલાડીના ભવિષ્ય  માટે આ પ્રકારના તર્ક- વિતર્ક કરવા એ અતિ દુર્ભાગ્યપૂર્ણ છે. 

      રવિવારે વેસ્ટઈંડિઝ સાથેે રમનારી ભારતીય ટીમનું ચયન થવાનું છે ત્યારે આ નિવેદનને અતિ મહત્વનું અને સમયસરનું માનવામાં આવે છે. ધોની અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જવાથી ચયનકર્તા ટીમને ખેલાડીઓની પસંદગી કરવાનું સરળ રહેશે. વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ 3 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. 

     ધોનીએ એની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમને આઈસીસીની મોટી ટુર્નામેન્ટોમાં વિજય અપાવ્યો છે. જેમાં ટી-20 વિશ્વકપ અને ચેમ્પિયનશિપ ટ્રોફીનો પણ સમાવેશ થાય છે. ધોનીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાયનલમાં 50 રન કર્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here