ક્રિકેટનો વિશ્વકપ – પાકિસ્તાન સાથે ભારતે રમવું કેનહિ તેનો નિર્ણય બીસીસીઆઈએ સરકાર પર છોડ્યો ……

0
975


વિશ્વકપની મેચમાં ભારત-પાકિસ્તાન નએકમેક સાથે રંમશે કેનહિ તે અંગે હજી ચિત્ર સ્પષ્ટ થયું નથી.  બીસીસીઆઈએ એ અઁગે નિર્ણય લેવાનું સરકાર પર છોડ્યું છે. જોકે હજી મેચ રમાવાને ખાસ્સો ત્રમ મહિનાનો સમય છે. વળી પુલવામામાં થયેલા આતંકી હુંમલા પછી સમસ્ત ભારતમાં આતંકીઓ પ્રત્યે ક્રોધ, તિરસ્કાર , ધિક્કાર ચરમ સીમાએ છે. આવા માહોલમાં તાત્કાલિક નિર્ણય લઈ શકવાનું આસાન નથી. આથી બીસીસીઆઈએ સરકાર જેવું વલણ અપનાવે, જે ફેંસલો લે તે શિરોમાન્ય છે. ક્રિકેટની રમત પછી આવે છે, પહેલા આવે છે ભારત દેશ…સીઓએના પ્રમુખ વિનોદ રાયે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથે વર્લ્ડકપમાં મેચ  રમવી કેૈ નહિ- તે અંગેનો નિર્ણય સરકાર સાથે વિચાર- વિમર્શ કરીને જ લેવામાં આવશે. વળી હજી તો મેચ યોજાવાને 3 મહિનાનો સમયગાળો બાકી છે. આઈસીસીને પાકિસ્તાન સાથે જોડાયેલી ચિંતા અંગે વાકેફ કરવામાં આવશે. આતંકને સમર્થન આપતા દેશોની સાથે ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો સંંબંધ રાખવામાં આવશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here