ક્રાઈમ પેટ્રોલની અભિનેત્રી પ્રેક્ષા મહેતાની આત્મ હત્યા : ઈન્દોર ખાતે ઘરમાં ગળેફાંસો ખાધો૤..ટીવી જગતમાં દુખને ગમગીનીની લાગણી …

 

    તાજેતરમાં 26મેના દિવસે ક્રાઈમ પેટ્રોલ ટીવી સિરિયલની અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ તેના ઈન્દોર ખાતેના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમણે  પોતાની સુસાઈડ નોટમાં આત્મહત્યા અંગે કશું કારણ જણાવ્યું નહોતું. પ્રેક્ષાને લગભગ એક વરસ થી કોઈ સિરિયલમાં કામ મળતું નહોતું. આથી એ ડિપ્રેશન સરી પડી હતી. પ્રેક્ષા પ્રીતા, મેરી દુર્ગા,લાલ ઈશ્ક જેવી ટીવી સિરિયલોમાં ભૂમિકા ભજવી હતી. તેમણે એકવાર પોતાની વેદના અને હતાશા વ્યક્ત કરતા ટ્વીટ પર લખ્યું હતું કે, સૌથી ખરાબ હોયછે સપનાનું મરી જવું..પ્રેક્ષાએ રંગમંચપર પણ અ્નેક નાટકોમાં અભિનય કર્યો હતો. જે માટે તેમને રાષ્ટ્રીય પારિતોષિક પણ મળ્યા હતા. પ્રેક્ષા  એક આશાસ્પદ કલાકાર હતી. પ્રેક્ષાની આત્મહત્યાના સમાચાર જાણીને તેમના ટીવી જગતના મિત્રોએ ઘેરા દુખની લાગણી અનુભવી હતી. 25 વર્ષની એક ઉર્મિશીલ અભિનેત્રી નું અકાળે આવું મત્યુ થાય એ ખરેખર દુખદ ઘટના છે.