કૌન બનેગા કરોડપતિમાં સુરતના સંદીપે 2પ લાખ જીત્યા

Actor Amitabh Bachchan. (File Photo: IANS)
Actor Amitabh Bachchan. (File Photo: IANS)

સુરતઃ અમિતાભ બચ્ચન સંચાલિત ટીવી કાર્યક્રમ ‘કૌન બનેગા કરોડપતિ’માં સુરતના ગ્રાફિક ડિઝાઇનર સંદીપ સાવલિયાએ જોરદાર સામાન્ય જ્ઞાનનું પ્રદર્શન કરતાં 2પ લાખ રૂપિયા જેટલી રકમ જીતી હતી. મહાભારત વિશે 14મા સવાલમાં અવઢવમાં મુકાયેલા સંદીપે રમત છોડી દેવાનો નિર્ણય કર્યો હતો અને સન્માનજનક રકમ જીતીને પરત આવ્યો છે. કર્ણના પુત્રોનાં નામ આપીને તેના પિતાનું નામ પૂછવામાં આવેલું, જેમાં સંદીપને અર્જુન અને યુધિષ્ઠિર પૈકી એક નામ સાચો જવાબ હોવાનું લાગ્યું હતું. જોકે તેન આ તબક્કે રમત છોડવાનો નિર્ણય લઈને પોતાની જીતની રકમ સુનિશ્ચિત કરવાનું મુનાસિબ લાગ્યું તે યોગ્ય બની રહ્યું હતું. સંદીપ વૃજલાલ સાવલિયા સુરતમાં ગ્રાફિક ડિઝાઇનર છે અને પોતાનો બિઝનેસ કરે છે. સંદીપે સેટ પર આવતાં પહેલાં ઘણી જ મહેનત કરી હતી.