કોવિડ-૧૯નો બુસ્ટર ડોઝ લેનારા રાજ્યોમાં ગુજરાત પાંચમા ક્રમે

 

અમદાવાદ: ગુજરાતમાં કોવિડ-૧૯ની બંને રસી લેનારા ૫.૪ કરોડ લોકોમાંથી ત્રીજો એટલે કે બુસ્ટર ડોઝ માત્ર ૧.૯૬ કરોડ લોકોએ લીધો છે જે ૩૬ ટકા થાય છે. જોકે બુસ્ટર ડોઝ લેનારાઓની રાષ્ટ્રિય સરેરાશ ટકાવારી માત્ર ૨૪ ટકા છે અને દેશમાં સૌથી વધારે બુસ્ટર ડોઝ લેનારા રાજ્યોમાં ગુજરાત પાંચમે સ્થાને છે, તેવી માહિતી લોકસભામાં રજૂ કરાયેલા આંકડા પરથી મળી છે. લોકસભામાં રજૂ કરાયેલા આંકડા પરથી જાણવા મળે છે કે બુસ્ટર ડોઝ લેનારા રાજ્યોમાં તેલંગણા ૪૩ ટકા સાથે ટોચ પર છે. તેના પછી બીજો નંબર ઓડિશા ૪૦ ટકા, આંધ્ર પ્રદેશ ૩૯ ટકા, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશ ૩૭ ટકા સાથે ચોથા નંબર પર છે. ગુજરાત પછી ઉત્તર પ્રદેશ ૨૭ ટકા, પશ્ર્ચિચમ બંગાળ અને મધ્ય પ્રદેશ ૨૪ ટકા અને બિહારમાં ૨૩ ટકા લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસ વધતા લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો, પરંતુ પછીથી કેસોની સંખ્યા નહિવત, થતાં લોકોએ બુસ્ટર ડોઝ લીધા નથી. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકો બુસ્ટર ડોઝ લેવામાં ઉદાસીન રહ્યા હતા, પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકોએ પોતાની સ્વસ્થ્યની ચિંતા કરીને પ્રમાણમાં વધુ લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here