કોવિડ-૧૯ના વેક્સિન માટે ૬ ભારતીય કંપનીઓ કરી રહી છે કામઃ વિશેષજ્ઞ

નવી દિલ્હીઃ દેશના ટોચના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોવિડ-૧૯ની વેક્સિન શોધવા માટે માટે ૬ ભારતીય કંપનીઓ કામ કરી રહી છે અને તેઓ આ મહામારીનો તોડ શોધવા માટે વશ્વિક દોડમાં સામેલ છે. લગભગ ૭૦ પ્રકારની વેક્સિનનું પરિક્ષણ થઈ રહ્યું છે અને ઓછામાં ઓછી ત્રણ વેક્સિન માનવ પરિક્ષણના તબક્કામાં પહોંચી ચૂકી છે, પરંતુ નોવલ કોરોના વાઇરસની વેક્સિન મોટાપાયે ઉપયોગ માટે ૨૦૨૧ પહેલા તૈયાર થવાની હાલ શક્યતા નથી.
ટ્રાન્સલેશન હેલ્થ સાઈન્સ એન્ડ ટેક્નોલોજી ઈનિ્સ્ટટ્યૂટ ફરીદાબાદના કાર્યકારી નિર્દેશક ગગનદીપ કાંગે કહ્યું, ઝાઇડસ કેડીલા જ્યાં બે વેક્સિન પર કામ કરી રહી છે. જ્યારે સીરમ ઈનિ્સ્ટટ્યૂટ બાયોલોજિલ ઈ, ભારત બાયોટેક, ઈન્ડિયન ઈમ્યૂનોલોજિકલ્સ અને મિનવેક્સ એક-એક વેક્સિન પર કામ કરી રહી છે.
ગગનદીપ કાંગે એક હાલના અધ્યયનમાં ઉલ્લેખ કર્યો કે, કોવિડ-૧૯ મહામારીનો તોડ કાઢવાના ક્રમમાં ગ્લોબલ વેક્સિન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રયાસ સ્તર અને ઝડપથી અભૂતપૂર્વ છે, તજજ્ઞોનું કહેવું છે કે આ એક જટિલ પ્રક્રિયા છે, જેમાં પરિક્ષણના ઘણાં લેવલ અને અનેક પડકારો છે.
નવા કોરોના વાઇરસ સાર્સ કોવ-૨ની વેક્સિન તૈયાર થવામાં ૧૦ વર્ષ નહિ લાગે જેમ કે અન્ય વેક્સિન તૈયાર કરવામાં લાગે છે. પરંતુ તેના વેક્સિનને સુરક્ષિત, અસરકારક, પ્રભાવી અને વ્યાપકરૂપથી ઉપલબ્ધ જાહેર કરવામાં ઓછામાં ઓછું એક વર્ષ લાગી શકે છે તેમ ગગનદીપ કાંગે કહ્યું હતું.