કોવિડથી સુરક્ષિત લગ્ન સ્થળ એટલે નારાયણી હાઇટ્સ

 

અમદાવાદ ઃ કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે કોઈપણ કૌટુંબિક તેમજ સામાજિક પ્રસંગ રાખવો એક પડકાર સમાન છે. પરંતું આ પડકારને નારાયણી હોટલ એન્ડ રીસોર્ટ્સ લિ. દ્વારા એક ચેલેન્જ રૂપે સ્વીકારવામાં આવ્યું છે અને તે માટે જરૂરી તમામ પગલાંઓ ભરતા દરેક પ્રકારની સાવચેતી રાખવામાં આવી છે અને એવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી કૌટુંબિક-સામાજિક પ્રસંગ સુરક્ષિત રીતે ઊજવી શકાય.

આ રીતે નારાયણી હાઈટ્સ, એરપોર્ટ-ગાંધીનગર રોડ દ્વારા પોતાના માનવંતા મહેમાનો, આયોજકો અને હોટલ-રીસોર્ટમાં કામ કરતાં કર્મચારીઓ, દરેક માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થાઓ રાખવામાં આવી છે તે સાથે જ કોરોના નિવારક તમામ આવશ્યક બાબતોનું પાલન કરવામાં આવી રહ્યું છે. હોટલમાં સેવા આપતી કર્મચારીઓની ટીમને સલામતી અંગેના તમામ ધોરણો વ્યવસ્થિત અનુસરવાની તાલીમ આપવામાં આવેલ છે. જેથી નારાયણી હાઈટ્સમાં આવતા માનવંતા મહેમાન તેમજ આયોજક દ્વારા યોજવામાં આવેલ કોઈ પણ લગ્નપ્રસંગ કે અન્ય કૌટુંબિક કે સામાજિક આયોજન આનંદપૂર્વક અને સલામત રીતે ઉજવાઈ શકે. આમ નારાયણી હાઈટ્સ દ્વારા લેવાયેલ તમામ પગલાંઓ ખૂબ જ સરાહનીય છે.

નારાયણી હાઈટ્સ દ્વારા કોવિડ-૧૯ સામે આવા આયોજન સમયે રાખવામાં આવેલ વ્યવસ્થાઓ અંતર્ગત,  તમામ મહેમાનોની ગાડીઓનું અન્ડર મિરર ચેકીંગ થાય છે.  તે ઉપરાંત દરેક મહેમાનનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવે છે તથા હેન્ડ્સ ફ્રી સેનેટાઈઝર ડિસ્પેન્સર મૂકવામાં આવેલ છે, જેનાથી દરેક પોતાના હાથને સેનેટાઈઝ કરીને જ હોટલમાં અંદર પ્રવેશ કરે.  સરકારી નિયમો અનુસાર લગ્નપ્રસંગ માટે ૫૦ મહેમાનોની જાહેર કરેલ મર્યાદા મુજબ સંખ્યાનું પાલન વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે.  દરેક કાર્યક્રમમાં સામાજિક અંતર બની રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.  કાર્યક્રમમાં ગ્રાહક તેમજ મહેમાનોની ભોજન-વ્યવસ્થામાં સલામતીના દરેક નિયમોનું પાલન કરવામાં આવે છે. ભોજનની દરેક વસ્તુને સ્વચ્છતાથી (હાઈજેનિકલી) બનાવવામાં આવે છે અને સર્વિસ કાઉન્ટર્સ ઉપર પણ સફાઈ અને સલામતી રાખવામાં આવે છે.  હોટલમાં રોકાવા આવનાર માનવંતા ગ્રાહક તેમજ હોટલમાં રાખેલ આયોજનમાં હાજરી આપવા આવેલ મહેમાનોએ હોટલના પ્રવેશ દ્વાર પર રાખવામાં આવેલ ડિસઈન્ફેક્શન ટનલમાંથી પ્રવેશ લેવાનો હોય છે અને સાથે સાથે તેમનાં સામાનને પણ સેનેટાઈઝ કરવામાં આવે છે.  સરકારશ્રીના આદેશ મુજબ દરેક આવનાર મહેમાને આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરી છે કે નહીં તે ચકાસવામાં આવે છે.  હોટલમાં રહેવા/ઉતરવા માટે આવેલ મહેમાનોનું રજીસ્ટ્રેશન કરતી વખતે તેઓ પાસેથી તેમણે કરેલ મુસાફરી માટેનું સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ ભરાવવામાં આવે છે.  આ સિવાય હોટલના દરેક રૂમમાં સાફસફાઈ માટે જનાર દરેક કર્મચારી પી.પી.ઈ. કિટ પહેરીને જ સાફસફાઈ કરે છે. હોટલમાં જ્યાં પણ હોટલના કર્મચારી સેવા આપવા નિયુક્ત રહે છે તેઓ તમામ મહામારીને ધ્યાનમાં રાખતા સામજિક અંતર જાળવે છે તેમજ માસ્ક, ગ્લોવ્ઝ, સેનેટાઈઝર અને પી.પી.ઈ. કિટ વગેરેનું ઉપયોગ કરે કરાવે છે. આયોજકોને તેમના શુભપ્રસંગે અમારે ત્યાં વિશેષ લાભ મળે તે હેતુથી એક ખાસ ઇકોનોમી પેકેજ બનાવવામાં આવ્યું છે. જે મુજબ માત્ર ૧.૫૦ લાખ રૂપિયામાં આયોજન સ્થળ, ડેકોરેશન અને ભોજન (૫૦ વ્યક્તિ)નો સમાવેશ થાય છે.

નારાયણી હાઈટ્સ (હોટલ તથા રિસોર્ટ) આ રીતે અમદાવાદ તથા ગાંધીનગર વિસ્તારમાં સ્વાસ્થ્ય અને સુરક્ષાની દષ્ટિએ સગાઈ, લગ્ન, રિસેપ્શન અથવા કોઈપણ પ્રકારના અન્ય કૌટુંબિક-સામાજિક કાર્યક્રમનું આયોજન કરવા-કરાવવા માટે એક ખૂબ જ ઉત્તમ તેમજ સુવ્યવસ્થિત, સુસજ્જ અને સુંદર સ્થળ છે.