કોલકાતામાં અમિત શાહના નેતૃત્વમાં ભાજપ યોજશે જંગી રેલી- ઠેર ઠેર લાગ્યા છે પોસ્ટર મમતા બેનરજીના અને તૃણમૂલ કોંગ્રસ પક્ષના…

0
984

 

 

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કોલકાતાની મુલાકાતે જવાના છે. ત્યાં ભાજપ  જંગી માનવ રેલી યોજી રહ્યો છે. આ રેલી માટે ભાજપ બહુજ આશાવાદી છે. અગાઉ યોજાયેલી પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે પોતાનું ખાતુ ખોલાવ્યું હતું. ભાજપની તરફેણ કરનારા અનેક સમર્થકો હાલ આ રાજ્યમાં છે. દાયકાઓથી સામ્યવાદીઓનું શાસન અહીં રહ્યું હતું. જયોતિ બસુ પાંચ ટર્મથી વધુ સમંય પશ્ચિમ  બંગાળના સુકાની રહ્યા હતા. તેમનો આ રાજ્યની સત્તા પર જાણે એકહથ્થુ અંકુશ હતો. તેઓને ઈતર રાજકીય પક્ષો માટે પૂર્વગ્રહ હતો. આમ છતાં તૃણમૂળ કોંગ્રેસના મમતા બેનરજીએ અહીં જીત મેળવીને મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. હાલમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષનું વર્ચસ્વ છેે. અહી મમતા બેનરજીનું એકહથ્થું શાસન છે. આમ તો અમિત શાહની જનરેલી 3 ઓગસ્ટના દિને યોજાવાની હતી, પરંતુ એ તારીખ રદ કરીને રેલી 11મી ઓગસ્ટે યોજવાનુંં નક્કી કરવામાં આવ્યું હતું.જે મતવિસ્તારમાં રેલી યોજાવાની છે તે વિસ્તારમાં  ટેર ઠેર મમતાના પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા હતા. જયાં અમિત શાહની સભા યોજાવાની છે તે સ્થળે પણ ટીએમસી અને મમતા છવાયેલાં રહ્યા હતા. ભાજપ ગો બેક, અમિત શાહ લીવ બંગાળ જેવા સ્લોગનો ધરાવતા પોસ્ટરો પણ હતાં