કોલકતામાં ભાજપના પ્રમુખ અમિત શાહના રોડ- શોમાં ભડકેલી હિંસા અને પથ્થરબાજીના બનાવો બાદ ઈલેકશન કમિશને કડક વલણ અપનાવ્યું.

0
722
IANS

ઈલેકશન કમિશને કોલકતામાં અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા બાદ  દરેક રાજકીય પક્ષનો ચૂંટણી -પ્રચારનો સમય કાપી નાખ્યો.. હવે પશ્ચિમ બંગાળના 9 સંસદીય મત-ક્ષેત્રોમાં 17મેના બદલે 16મેના રાતે 10વાગે ચૂંટણી  પ્રચાર બંધ કરવામાં આવશે. આખરી તબક્કાનું મતદાન 19મીમેના યોજાયું છે. કોલકતામાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી પાડવામાં આવી એ ઘટનાથી ઈલેકશન કમિશન ખૂબજ નારાજ છે. ચૂંટણીના ઈતિહાસમાં  આવું પ્રથમવાર બની રહ્યું છકે સંવિધાનની 324મી કલમ લાગુ કરવામાં આવી હોય આવખતે ચૂંટણી કમિશને સખત કાર્યવાહી હાથ ધરીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.