
ચૂંટણીનો સાતમો અને છેલ્લો તબક્કો 19મી મેના છે. આ મહાન અને વિશાળ લોકતંત્ર ભારતની 2019માં સર્જાનારી નવી લોકસભાના ભાવિ સાંસદો કોણ છે તેની ખબર તો 23મેના ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે જ જણી શકાશે. પરંતુ હજી ચૂંટણી પ્રચારને બે-ચાર દિવસનો સમય બાકી છે ત્યારે પણ પ્રચારમાં રાજકીય પક્ષો માઝા મૂકીને એકમેક સામે આક્ષેપો કરી રહ્યા છે. એકમેક માટે અત્યંત નિમ્ન પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. પોતાના સ્થાન , નામ કે પદની ગરિમા- ગૌરવનો વિચાર કર્યા વિના મોટેભાગે રાજકીય પક્ષોના નેતાઓ એકમેક સામે આરોપ મૂકી રહ્યા છે. એકમેકનું અપમાન કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં તો મુખ્યપ્રધાન મમતા બેનરજીના નવામનો જ મહિમા છે. અન્ય કોઈની વાત સાંભળવામાં આવતી જ નથી. રાજયનું પોલીસતંત્ર અને ગૃહખાતું સાવ બેજવાબદારીથી વર્તી રહ્યું છે. એનું એક જીવતું જાગતું ઉદૈાહરણ હાલમાં કોલકતામાં તાજેતરમાં બનેલી ચૂંટણી પ્રચારની ઘટનામાં થયેલી ધાંધલ- ધમાલનું છે. કોલકતામાં ભાજપના પ્રમુખ અમિત શાહના રોડૃ શોમાં તૃણમૂલ કોમદ્રેસના કાર્યકરો અને સમર્થકોએ મચાલેલી દાંધલ- ધમાલ, તોફાન, પથ્થરબાજી, આગ ચાંપવાના બનાવો — વગેરે એટલું અસહ્ય અને ઘૃણાસ્પદ ચેકે કોઈ પઁણ સમજદાર ભારતીય નાગરિકનું મસ્તક શરમથી નમી જાય.. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાની સાથે તોફાની તત્વોએ જે રીતે તોડી પાડી એ અત્યંત દુખ અને આઘાતની ઘટના છે. કોણ હતા આ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, શું પ્રદાન હતું એમનું ભારતના ઈતિહાસમાં ?? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું યોગદાન દેશના શિક્ષણ અને મહિલાઓના વિકાસના ક્ષેત્રમાં ખૂબ જ મહત્વનું છે. તેઓ 26 સપ્ટેમ્બર, 1820માં પશ્ચિમ બંગાળના ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મયાં હતા. નાનપણથી જ તેમને ભણવામાં ખૂબ રુચિ હતી. વિદ્યાસાગર વેદાન્ત, વ્યાકરણ, સાિહત્ય, અલંકારશાસ્ત્રના પ્રખર અભ્યાસી હતા. તેને 1839ંમાં વિદ્યાસાગરની પદવી આપવામાં આવી હતી.તેમણે કાયદાનો પણ અભ્યાસ કર્યો હતો.તેમણે કલકત્તાની ફોર્ટ વિલિયમ કોલેજમાં સંસ્કૃત વિભાગના વડાતરીકે કામગીરી બજાવી હતી. તેઓ બંગાળની શિક્ષણ પધ્ધતિમાં ક્રાંતિ લાવ્યા હતા. તેમણે વિધવાના પુનર્લગ્નને ઉતેજન આપ્યું હતું.