કોર્ટમાં ન્યાયાધીશોની નિમણુક બાબત રાજ્યો અને હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટે આપેલી ચેતવણી

0
782

અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા બાબત સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કર્યુ છે. દેશભરની અદાલતોમાં જજની નિમણુક બાબત અપનાવવામાં આવતા સુસ્ત વલણ અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્યોના વહીવટીતંત્ર અને હાઈકોર્ટોને જણાવ્યું હતું કે, જજની નિમણુક બાબત કરવામાંં આવતા પ્રયાસો અને કામગીરી અંગે સુપ્રીમ કોર્ટને માહિતગાર કરવામાં આવે. જો આ દિશામાં તાત્કાલિક કામગીરી નહિ થાય તો જજની નિમણુકોની પ્રક્રિયા સેન્ટ્રલાઈઝ કરી દેવામાં આવશે.