કોરોના સામે લડતઃ WHO પ્રમુખે નરેન્દ્ર મોદીના પ્રયત્નોને બિરદાવ્યા, કહ્યુંઃ ‘નમસ્તે…’

 

નવી દિલ્હીઃ કોરોના સામેની લડતમાં ભારતના પ્રયત્નોને આખી દુનિયા બિરદાવી રહી છે. વૈશ્વિક સ્તરે અનેકવાર આ અંગે ભારતના વખાણ પણ થયા છે. હવે એકવાર ફરીથી વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. 

WHO પ્રમુખે કોરોના વેક્સિનના નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતી ટ્વીટ કરી છે. તેમણે કહ્યું કે તેઓ કોરોના સામેની લડતમાં ભારતીય વડા પ્રધાનની પ્રતિબદ્ધતાનો આભાર માનવા ઈચ્છે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને  ડાયરેક્ટર જનરલ  ટ્રેડોસ ઘેબ્રેસસ વચ્ચે કોરોના મહામારીને પહોંચી વળવા માટે વૈશ્વિક સ્તર પર ચાલી રહેલી ભાગીદારી સંબંધે બુધવારે ફોન પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન આધુનિક ચિકિત્સા પદ્ધતિની સાથે સાથે પરંપરાગત ઔષધિઓને સામેલ કરવા અંગે પણ વિચાર-વિમર્શ થયો હતો.

વડા પ્રધાન કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ નરેન્દ્ર મોદીએ WHO પ્રમુખ સાથે વાત કરી અને મહામારીને પહોંચી વળવા માટે વૈશ્વિક ભાગીદારીના સમન્વયમાં સંગઠનની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી. વડા પ્રધાને એ વાત પર ભાર મૂક્યો કે અન્ય બીમારીઓ વિરુદ્ધ લડત ઉપર પણ બરાબર ધ્યાન કેનિ્દ્રત કરવું જોઈએ. આ દમરિયાન ષ્ણ્બ્ પ્રમુખે આયુષ્યમાન ભારત અને ક્ષય રોગ (ટીબી) વિરુદ્ધ અભિયાન જેવા ભારતના ઘરેલું પગલાંઓની પ્રશંસા કરીને કહ્યું કે વૈશ્વિક સ્વાસ્થ્ય સંબંધે ભારતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે. 

આ ચર્ચા બાદ WHO ડાયરેક્ટર જનરલ ઘેબ્રેસસે ટ્વીટ કરીને વડા પ્રધાન મોદીના વખાણ કર્યા અને તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે ‘નમસ્તે પીએમ મોદી, વૈશ્વિક સ્તર પર પરંપરાગત ચિકિત્સામાં જ્ઞાન, રિસર્ચ અને તાલિમ માટે અમારા સહયોગ અને એડવાન્સ એક્સેસને મજબૂત કરવા પર એક ખુબ જ સાર્થક વાતચીત માટે આભાર.’ તેમણે બીજી ટ્વીટમાં કોરોના વેક્સિનના નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે વડા પ્રધાન મોદીની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી